જૂનાગઢઃ રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ ગુરુવારે વર્ષ 2022-23 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું (Gujarat Budget 2022) હતું. ત્યારે જૂનાગઢના અર્થશાસ્ત્રી કિશોર મહેતાએ (Junagadh Economist on Budget) આ બજેટ સામે રોષ વ્યક્ત (Opinion on Gujarat Budget 2022) કર્યો હતો. તેમણે આ બજેટને ઝાંઝવાના જળ સમાન ગણાવીને તેને બિનઉપયોગી અને નિરર્થક હોવાનો પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
બજેટમાં થયેલી જોગવાઈ પર કામ કરવું મુશ્કેલઃ અર્થશાસ્ત્રી
તેમણે જણાવ્યું હતું કે, બજેટમાં (Gujarat Budget 2022) જે જોગવાઇઓ કરવામાં આવેલી છે. તે મુજબ કામ કરવું ખૂબ મુશ્કેલ છે ત્યારે આગામી મહિનામાં ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં આ બજેટ કેટલું ઉપયોગી બનશે તેને લઈને અર્થશાસ્ત્રીઓ (Junagadh Economist on Budget) અનેક સવાલો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : ગુજરાતના બજેટમાં વકીલોના કલ્યાણાર્થે શુ થયું જુઓ..!
જૂનાગઢના અર્થશાસ્ત્રીએ (Junagadh Economist on Budget) જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચૂંટણીના વર્ષમાં જે બજેટ રજૂ થતું હોય છે તે ચૂંટણીલક્ષી બજેટ હોય છે, પરંતુ આજે રજૂ થયેલું બજેટ એકદમ બિનઉપયોગી અને માત્ર રજૂ કરવા ખાતર રજૂ કરાયું હોય તેવો મત જૂનાગઢના અર્થશાસ્ત્રી કિશોર મહેતા (Junagadh Economist on Budget) વ્યક્ત કરી રહ્યા છે અને સરકારના બજેટને ઝાંઝવાના જળ સમાન ગણાવીને તેની ઉપયોગિતા ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે જરા પણ નહીં હોય તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે.
દેશની 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અને 2 આંકડાનો વૃદ્ધિ વિકાસ દર સરકાર ક્યાંથી લાવશે તેના પર થયા સવાલો
જૂનાગઢના અર્થશાસ્ત્રી કિશોર મહેતા (Junagadh Economist on Budget) રજૂ થયેલા વર્ષ 2022ના સામાન્ય અંદાજપત્રને પાયાથી (Junagadh Economist on Budget) નકારી રહ્યા છે. બજેટમાં દેશની 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થામાં ગુજરાત મહત્વનો ભાગ ભજવશે અને ગુજરાતના વૃદ્ધિ અને વિકાસ દર 2 આંકડામાં લઈ જવાનો બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન કેમ પહોંચે અને રાજ્યનો વૃદ્ધિ વિકાસ દર 2 આંકડામાં કઈ રીતે લાવી શકાય તેનો કોઈ ઉલ્લેખ બજેટની દરખાસ્તોમાં જોવા મળતો નથી.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!
બજેટમાં આકર્ષણ કંઈ નથીઃ અર્થશાસ્ત્રી
સામાન્ય સંજોગોમાં બજેટ (Gujarat Budget 2022) એટલે આવક અને જાવકનો સરભર હિસાબ તેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ બજેટમાં (Gujarat Budget 2022) પૈસા ક્યાંથી આવશે અને ક્યાં જવાના છે. તેને લઈને કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ કરવામાં આવ્યો નથી. માત્ર યોજનાકીય જાહેરાતો અને તેની પાછળ થતા ખર્ચ ની વિગતો જાહેર કરવામાં આવી છે આ સિવાય આ બજેટમાં (Gujarat Budget 2022) વિશેષ આકર્ષણ કહી શકાય તેવું કશું જ જોવા મળતું નથી
ઉદ્યોગ ગૃહની બોલબાલાની વચ્ચે કૃષિ ક્ષેત્રને ઉન્નત કરવાનો સરકારનો વિચાર મૃગજળ સમાન
અર્થશાસ્ત્રીએ (Junagadh Economist on Budget) જણાવ્યું હતું કે, રાજ્ય કે દેશની અર્થવ્યવસ્થાનો મોટા ભાગનો હિસ્સો ઔદ્યોગિક ગૃહો પાસે જોવા મળે છે. 25 ટકાની આસપાસ દેશની આવક અને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વના ગણાતા કૃષિ ક્ષેત્રને આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્ર પ્રાકૃતિક ખેતી ગાય સંવર્ધન અને ગૌશાળા અને ઉન્નત બનાવી અને ગાયોની ઓલાદોને ઉન્નત કરવા માટે કેટલીક યોજનાઓ બનાવી છે. તેની પાછળ રાજ્ય સરકાર વર્ષ દરમિયાન આર્થિક સહાય પણ આપશે.
અર્થશાસ્ત્રીએ બજેટ પર ઉઠાવ્યા સવાલ
આવી પરિસ્થિતિમાં એક તરફ ગૌચર પર દબાણ વધી રહ્યું છે. ગૌચર દિવસે ને દિવસે ઘટી રહ્યું છે ત્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કઈ રીતે શક્ય બનશે. તેને લઈને બજેટમાં કોઇ જોગવાઈ જોવા મળતી નથી, જે બજેટની (Gujarat Budget 2022) નિરાશાજનક બાબત છે.
ડ્રેગન ફ્રૂટ હવે કમલમ ફ્રૂટ તરીકે પ્રોત્સાહિત કરવા કરાઈ યોજનાની જાહેરાત
વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્ર ડ્રેગન ફ્રૂટ કે, જે હવે રાજ્ય સરકાર કમલમ્ ફ્રૂટ તરીકે તેની ગણતરી કરી રહી છે. તેની ખેતીના વિકાસ અને ખેડૂતોને સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2022ના અંદાજપત્રમાં 10 કરોડ જેટલી રકમની વિશેષ જોગવાઈ કરી છે. સાથે સાથે ગર્ભવતી મહિલાઓને પ્રતિ મહિને 1 કિલો તુવેર, 2 કિલો ચણાદાળ અને એક કિલો ખાદ્ય તેલ આપવાની યોજના સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે. તેને લઈને પણ અનેક સવાલો થઈ શકે છે.
રોજગારી આપતા એકમો દૂર થઈ રહ્યા છે
અર્થશાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, બીજી તરફ સતત મોંઘવારી વધી રહી છે. લોકો બેરોજગાર બની રહ્યા છે. રોજગારી આપતા એકમો ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે વર્ષ 2022-23ના સામાન્ય અંદાજપત્રમાં માથાદીઠ વાર્ષિક આવક 2 લાખની આસપાસ થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. રોજગારી અને લોકોની સરેરાશ આવક સતત ઘટી રહી છે. આવી પરિસ્થિતિમાં માથાદીઠ આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તેને લઇને રાજ્ય સરકારે બજેટમાં (Gujarat Budget 2022) માત્ર વાતો કરી હોવાનો મત જૂનાગઢના અર્થશાસ્ત્રી કિશોરભાઈ (Junagadh Economist on Budget) વ્યક્ત કરી રહ્યા છે.