- ગેરકાયદેસર જમીને દબાવવાના કેસમાં જિલ્લા કલેક્ટર અને મામલતદાર સામે આકરું વલણ
- મામલતદાર અને કલેક્ટરને કોર્ટની નોટિસ
- 30 દિવસની મર્યાદામાં મહેસૂલ વિભાગને જૂનાગઢ કોર્ટમાં જવાબ રજૂ કરવા કરાઈ તાકીદ
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલી ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને તેમાં નાળિયેરીનું વાવેતર કરનારા વ્યક્તિઓ સામે નવા અમલમાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ થયા બાદ સમગ્ર મામલાને લઈને માંગરોળ મામલતદાર અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર કેસમાં તપાસને લઈને અયોગ્ય અને સહકાર ભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાને કારણે આરોપીએ જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.
![જૂનાગઢ કોર્ટે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-court-photo-01-pkg-7200745_02042021074956_0204f_1617329996_937.jpg)
આ પણ વાંચો : જૂનાગઢ પોલીસે ઓનલાઈન ચિટિંગ કરતા નાઇજીરિયનની ધરપકડ
રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગને નોટિસ ફટકારી
આ કેસની સુનાવણીમાં જૂનાગઢ લેન્ડ ગ્રેબીગ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજૂર રાખીને માંગરોળ મામલતદાર અને જૂનાગઢ કલેક્ટર વિરુદ્ધ સમગ્ર તપાસમાં અસહકાર ભર્યુ વલણ દાખવવા બદલ રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગને નોટિસ ફટકારીને બન્ને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેનો રિપોર્ટ 30 દિવસમાં જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરી છે.
આ પણ વાંચો : જૂનાગઢ કોર્ટે ચેક પરત ફરવાના કિસ્સામાં આરોપી વ્યક્તિને બે વર્ષની સજા ફટકારી
કઈ રીતે થયું જમીન પર દબાણ
માંગરોળ તાલુકાના આંત્રોલી ગામમાં રહેતા દેવશી મેર નામના વ્યક્તિને જિલ્લા કલેક્ટર દ્વારા વર્ષ 1973માં સરકારી ખરાબાની જમીન પર નાળીયેરીનાં વાવેતર માટે જમીન ભાડાપટ્ટે આપી હતી. જેની મુદત વર્ષ 2008માં પૂર્ણ થઈ હતી. જે બાદ વર્ષ 2010માં દેવશી મેરનું અવસાન થયું હતું, ત્યાર પછી આ જમીન પર અત્યારનાં આરોપી સાજણ કેશવાલા નામના વ્યક્તિએ કબજો કર્યો છે. તેવી માંગરોળ મામલતદારે બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી
આ ફરિયાદનાં વિરોધમાં વર્તમાન આરોપી સાજણ કેશવાલાએ જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેની સુનાવણી અને અંતે કોર્ટે સમગ્ર કેસમાં માંગરોળ મામલતદાર અને જૂનાગઢ કલેક્ટરનાં સહકાર ભર્યા વલણ સામે મહેસુલ અને કાયદા વિભાગ બન્ને અધિકારીઓ સામે કાર્યવાહી કરીને જૂનાગઢ કોર્ટ અમને 30 દિવસમાં રિપોર્ટ સોપે તેવો આદેશ કર્યો હતો અને આરોપી સાજણ કેશવાલાના આગોતરા જામીન મંજૂર કર્યા છે.