ETV Bharat / city

જૂનાગઢમાં પૂર્વ પ્રેમી બન્યો કાતિલ, છરીના ઘા મારીને પ્રેમિકાની કરી નિર્મમ હત્યા - જૂનાગઢજીઆઇડીસી

જૂનાગઢમાં અનૈતિક સંબંધોનો જોવા મળ્યો કરુણ અંજામ. યુવતીએ પોતાનો જીવ આપીને આકરી કિંમત ચુકવી. અમરેલી જિલ્લાના લાઠીના પ્રેમીએ જૂનાગઢમાં રહેતી યુવતીનs તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાને લઈ જૂનાગઢ પંથકમાં ચકચાર મચી છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 30, 2020, 8:00 AM IST

જૂનાગઢ : અનૈતિક સંબંધોનો કેવો કરુણ અંજામ આવી શકે છે તેનો ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાં જોવા મળ્યો હતો. શહેરની GIDC વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના પૂર્વ પ્રેમી દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.

જૂનાગઢની મૃતક યુવતી અને અમરેલી જિલ્લાના લાઠીનો તેનો પૂર્વ પ્રેમી સંજય ગૌસ્વામી વચ્ચે છેલ્લા 9 મહિનાથી કોઈ કારણોસર બોલાચાલી થયા બાદ સંબધો પર પૂર્ણ વિરામ મુકાયું હતું. આ સમય દરમિયાન મૃતક યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ પૂર્વ પ્રેમી સંજય ગૌશ્વમીને થતા સંજય અમરેલીના લાઠીથી જૂનાગઢ આવીને પૂર્વ પ્રેમિકા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારતી યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જૂનાગઢમાં પૂર્વ પ્રેમી બન્યો કાતિલ
  • જૂનાગઢમાં અનૈતિક સંબંધોનો જોવા મળ્યો કરુણ અંજામ
  • પૂર્વ પ્રેમી સંજય ગૌસ્વામી વચ્ચે છેલ્લા 9 મહિનાથી કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી
  • જૂનાગઢ પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંજયને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ સ્થળ પર પહોંચીને યુવતીને મોતને ઘાટ ઉતારનાર તેના પ્રેમીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમમાં નાસીપાસ થયેલા કે એક તરફી પ્રેમના પડેલા યુવાનથી લઈને આધેડ સુધીના વ્યક્તિઓ આવા ઘટનાક્રમનો ભાગ બનતા હોય છે. સમય રહેતા પ્રેમ અને તેની પરિભાષા સમજવી પડશે નહીંતર આવા કિસ્સાઓ સરા જાહેર બનતા રહેશે અને આપણે માત્ર મૂક પ્રેક્ષક બનીને નવી કોઈ અઘટિત વિટંબણા ન આવે ત્યાં સુધી રાહ જઈને બેસી રહીશુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.