- પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે ઉજવાય
- જૂનાગઢ શહેરમાં ભાજપના કાર્યકરો દ્વારા સમર્પણ દિવસની કરાઇ ઉજવણી
- શપથ લઈને લોકોની સેવા કરવાની લીધી પ્રતિજ્ઞા
જૂનાગઢઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ અગ્રણી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ મનાવવામાં આવી રહી છે, ત્યારે ભાજપે તેમની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરતા જૂનાગઢ શહેર ભાજપ દ્વારા સમર્પણ દિવસની ઉજવણી કરીને લોકોની સેવા કરવાના શપથ લીધાં હતાં. જેમાં જૂનાગઢ શહેરના અગ્રણી ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જૂનાગઢ શહેર ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાયની દેશસેવા અને લોકો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને યાદ કરીને સમર્પણ દિવસની ઉજવણી કરી હતી. જેમાં કાર્યકરો અને અગ્રણી નેતાઓ જોડાયાં હતાં.
સમર્પણ દિવસની ઉજવણી લોકોની સેવા કરવાની પ્રતિજ્ઞા લેતા ભાજપના કાર્યકરો
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવી રહેલા સમર્પણ દિવસ નિમીતે જૂનાગઢ શહેર ભાજપના કાર્યકરો દ્વારા લોકોની સેવા કરવાની પ્રતિજ્ઞા આ દિવસે લેવામાં આવી હતી. જે પ્રકારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય દેશ સેવાની સાથે લોક સેવા પણ કરતાં હતાં. તેના કદમો પર ચાલીને ભાજપના કાર્યકરો પણ પદે સેવાની સાથે લોક સેવા કરવાનું કાર્ય પણ શરૂ કરી રહ્યા છે અને તેમની પ્રતિજ્ઞા આજે સમર્પણ દિવસની ઉજવણીના પ્રસંગમાં ભાજપના કાર્યકરોએ લીધી હતી.