ગાંધીનગર: પવિત્ર શ્રાવણ મહિનામાં સોમનાથમાં (First Jyotirlinga Somnath) કોઈ યજ્ઞ કરવા માગતા હોવ તો સારા વાવડ સામે આવ્યા છે. ટ્રસ્ટ તરફથી માત્ર 25 રૂપિયામાં મહામૃત્યુંજય (Yagna in First Jyotirlinga Somnath) યજ્ઞની સેવા પ્રાપ્ય કરી દેવામાં આવી છે. ધાર્મિક કોઈ પણ યજ્ઞ (Mahamrutyunjay Yagna At Somnath) કરવો હોય તો ઘણો ખર્ચો થાય છે. પણ સોમનાથના આંગણે હવે યજ્ઞ માટેના ખર્ચની રકમ ઘટાડી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kejriwal Gujarat Visits : કેજરીવાલની ત્રીજી ગિફ્ટ, મહિલાઓને આપી શકે છે ગેરંટી
ખાસ યજ્ઞશાળાઃ જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

વિશેષ મહત્ત્વઃ સોમનાથ ભૂમિમાં મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ મહત્વ મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. શ્રી કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુંઠ ગયા હતા. ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે. આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્ત ને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.
આ પણ વાંચોઃ પિતા અને દીકરાના સંબંધોને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં થઈ રિલીઝ
ભાવિકોમાં ઉત્સાહઃ સોમનાથ મહાદેવના દર્શન સાથે જ્યોતિર્લિંગની સામે બેસીને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લેનાર તમામ ભક્તો તેમના હૃદયમાં શીતળતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. અન્ય ભક્તોને પણ આ અંગેનો લાભ લેવા માટે હવે કોઈ મસમોટો ખર્ચો નહીં કરવો પડે.