જૂનાગઢ: 8 માર્ચના સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ (International Women's Day) ઉજવવામાં આવે છે. ત્યારે પુરુષ પ્રધાન સમાજમાં અને ખાસ કરીને વન વિભાગ (gir forest department)માં હિંસક વન્ય પ્રાણીઓની વચ્ચે સરકારી નોકરી કરવી પુરુષ કર્મચારીઓને પણ પરસેવો છોડાવી નાંખે છે. ગીચ જંગલ અને સતત હિંસક પ્રાણીઓ (Violent animals in gir)ની ત્રાડો અને તેની હાજરીની વચ્ચે ગીરના જંગલમાં સિંહણ સમોવડી બનીને ગીરની મહિલાઓ (Women Forest guard In Gir) આજે ખુમારી અને હિંમતપૂર્વક વનવિભાગમાં સફળતાપૂર્વક સેવાઓ આપી રહી છે.
હિંસક પ્રાણીઓની રેસ્ક્યુ ટીમ સાથે પણ જોડાયેલી છે મહિલાઓ
મહિલાઓની આ સેવાઓ અસામાન્ય એટલા માટે છે કે, વન વિભાગની ખૂબ મુશ્કેલ કહી શકાય તેવી સેવાઓ આ મહિલા કર્મચારીઓ ખૂબ હિંમતથી આપી રહી છે. સતત હિંસક પ્રાણીઓના ખતરાની વચ્ચે પણ ગીરની સિંહણ સમોવડી આ મહિલા કર્મચારીઓ જરા પણ વિચલિત થયા વગર ગીરના જંગલ (gir forest junagadh gujarat)માં પોતાની ફરજ નીભાવે છે અને પરિવારનું પણ ધ્યાન રાખે છે. ગીર પૂર્વમાં ફરજ બજાવતાં રોજીનાબેન ચોટીયારા આજે ખૂબ મુશ્કેલ કહી શકાય તેવા હિંસક પ્રાણીઓની રેસ્ક્યુ (animal rescue team gir) ટીમ સાથે સંકળાયેલા છે.
આ પણ વાંચો: Womens day 2022: 150થી વધુ પુરસ્કાર જીતનારાં રાજકોટનાં મહિલા આચાર્ય સાથે એક મુલાકાત, જુઓ
ફોરેસ્ટર અને ગાર્ડ તરીકે આપી રહી છે સેવાઓ
રોજીનાબેન વનવિભાગમાં શામેલ થનારી પ્રથમ સિદ્દી મહિલા તરીકે આજે પણ બહુમાન ધરાવે છે. ફોરેસ્ટ ગાર્ડ તરીકે વનવિભાગ (Forest Guard Gir Forest Department)ની સેવામાં જોડાયેલા રોજીનાબેન પોતાની ખુમારી અને જંગલી પ્રાણીઓ પ્રત્યે જે કામ કર્યું છે તેને લઈને આજે તેઓ ફોરેસ્ટરના પદ સુધી પહોંચી ગયા છે. તો તેમની સાથે અન્ય એક મહિલા કર્મચારી પ્રફુલ્લાબેન પરમાર પણ વનવિભાગની મુશ્કેલ કહી શકાય તેવી સરકારી સેવાને એક પડકાર સમજીને તેનો સ્વીકાર કરી આજે સતત સિંહોની હાજરીની વચ્ચે પોતાની ફરજ નીભાવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ ગીરના જંગલમાં ફોરેસ્ટર અને ગાર્ડ તરીકે પોતાની સેવાઓ બખૂબીથી નિભાવી રહી છે.
ગીરમાં 70થી વધુ મહિલાઓ વિવિધ પોસ્ટ પર ફરજ નીભાવી રહી છે
આ બાહોશ મહિલાઓ વનવિભાગમાં કુશળતાપૂર્વક કામ કરી રહી છે. ગીર પૂર્વ અને પશ્ચિમમાં 70 કરતાં વધુ મહિલાઓ અધિકારીથી લઇને ગાર્ડ સુધીની પોસ્ટ પર ફરજ બજાવી રહી છે. ગીર પૂર્વ અને પશ્ચિમમાં એશિયામાં એકમાત્ર જોવા મળતા જંગલના રાજા સિંહો (lion in gir forest)નું નિવાસ્થાન છે. અહીં સિંહોની સાથે ગીરમાં દીપડા, અજગર, વરુ, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ખૂબ જ મુશ્કેલ કહી શકાય અને શારીરિક રીતે થકવી દેનારી આ સરકારી સેવા ગીરની સિંહણ સમી બાહોશ મહિલા કર્મચારીઓ આજે 24 કલાક નિભાવીને મહિલા કોઈપણ ક્ષેત્રમાં ક્યારેય પાછળ નથી તેનું આદર્શ અને અનુકરણીય ઉદાહરણ આપી રહી છે.
આ પણ વાંચો: કવિતાબેન મોદીએ બાળપણનું બિઝનેસ વુમન બનવાનું સપનું સાકાર કર્યું
સિંહો અને પરિવાર બંનેને સાચવે છે
દિવસ-રાત જોયા વગર જંગલ અને પરિવારની વચ્ચે સમન્વય સાધીને ગીરની મહિલા કર્મચારીઓ પોતાના પરિવારની સાથે એશિયાના રાજા સિંહ અને તેના પરિવારને સાચવવાનું કામ ખુમારીપૂર્વક કરી છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગીરની સિંહણ સમી તમામ મહિલા કર્મચારીઓને Etv Bharatના સો સો સલામ.