ETV Bharat / city

Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત - ગીરમાં કેરીની ખેતી

તલાલા નજીક બનાવવામાં આવેલું ઇન્ડો ઇઝરાઇલ મેંગો સેન્ટર (Indo Israel Mango Center Talala) 40થી 50 હજાર કેસર કેરીના છોડનું રાહતના ભાવે ખેડૂતોને વિતરણ કરે છે. ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થયેલા આ આંબાની કેસર કેરી એક સરખી લંબાઈ અને પહોળાઈવાળી હોય છે. જેના કારણે વિદેશમાં પણ ગીરની કેરીની માંગ વધશે.

Indo Israel Mango Center Talala: ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી તૈયાર થશે કેસર કરી, જોવા મળશે આ ખાસિયત

author img

By

Published : Mar 30, 2022, 6:10 PM IST

જૂનાગઢ: ગીરની કેસર કેરી (Gir Kesar Mango)ને વૈશ્વિક દરજ્જાનું નવું આયામ મળવા જઈ રહ્યું છે. ભારત અને ઇઝરાઇલના સંયુક્ત ઉપક્રમે (joint venture between India and Israel) તાલાલા નજીક ઈન્ડો ઇઝરાઇલ કેરી સંવર્ધન કેન્દ્ર (Indo Israel Mango Breeding Center) શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક વર્ષોથી ઇઝરાઇલ અને ગીરની દેશી જાતની કેસર કેરી (Deshi Kesar Mango Gir) પર સંશોધન હાથ ધરાયું હતું. ગીરની આબોહવા અને જમીન (Climate and soil of Gir)ને અનુકૂળ આવે તે પ્રકારે ઇઝરાઇલની કેરીનું સફળતાપૂર્વક સંવર્ધન કરીને કેસર કેરીને વૈશ્વિક દિશામાં નવો આયામ મળે તે પ્રકારનું ચિત્ર હવે ઉજળું બની રહ્યું છે.

કેસર કેરીને વૈશ્વિક દિશામાં નવો આયામ મળશે.

40થી 50 હજાર કેસર કેરીના છોડનું રાહત દરે વિતરણ- તાલાલા નજીક બનાવવામાં આવેલું ઇન્ડો ઇઝરાઇલ મેંગો સેન્ટર (Indo Israel Mango Center Talala) આજે સંશોધનને અંતે પ્રતિવર્ષ 40થી 50 હજાર કેસર કેરીના છોડ (Kesar mango plants gir)નું ખેડૂતોને બિલકુલ રાહત ભાવે વિતરણ કરે છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેસર કેરીનુ વાવેતર (mango cultivation in gir) થાય તે દિશામાં અગ્રેસર બની રહ્યું છે. કેસર કેરી હવે ઈન્ડો ઇઝરાઇલ કેસર કેરી (Indo Israel Kesar Mango)ના નવા નામથી વ્યાપક સ્તરે જોવા મળશે, જેનો સીધો ફાયદો ગુજરાતની સાથે દેશની અર્થવ્યવસ્થાને થશે.

4 કરોડ કરતા વધુની રકમનો ખર્ચ- તાલાલા નજીક વર્ષ 2013માં સ્થાપવામાં આવેલું ઇન્ડો ઇઝરાઇલ કેરી સંવર્ધન કેન્દ્ર આજે સ્થાપનાના 9 વર્ષ બાદ પ્રતિ વર્ષ 40થી 50 હજાર કેરીની કલમો તૈયાર કરે છે. ખૂબ મામૂલી કહી શકાય તેવા બજારભાવે તે ગીર પંથકમાં આંબાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને વિતરણ કરે છે. સર્વ પ્રથમ વખત આ યોજના શરૂ કરવા પાછળ 4 કરોડ કરતા વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ યોજનાની સફળતા એ કહી શકાય કે, આજે સ્થાપનાના 9 વર્ષ બાદ સરકારની કોઈપણ પ્રકારની ગ્રાન્ટ મેળવ્યા વગર આ સંસ્થા સતત નફો કરી રહી છે.

ઇન્ડો ઇઝરાઇલ મેંગો સેન્ટર ગીરની કેસર કેરીને બચાવવાની સાથે નફો કરતું સરકારી સંસ્થાન બન્યું.

ઇન્ડો ઇઝરાઇલ મેંગો સેન્ટર નફો કરતું સરકારી સંસ્થાન બન્યું- અહીંથી ઉત્પાદિત થતી કેસર કેરીની કલમોના વેચાણથી સમગ્ર સેન્ટરનો કારોબાર ચાલી રહ્યો છે. અહીં કામ કરતા તમામ કર્મચારી અને મજૂરનો પગાર પણ તેમાંથી થઈ રહ્યો છે. આ સંસ્થા પાછળ રાજ્ય કે, કેન્દ્ર સરકારને પ્રતિ વર્ષ એક પણ પૈસાનો ખર્ચ થતો નથી. ઊલટાની આ સંસ્થા રૂપિયા કમાઇને સરકારને આપી રહી છે. આનાથી મોટી સફળતા બીજી કોઈ ન હોઈ શકે. ઇન્ડો ઇઝરાઇલ મેંગો સેન્ટર ગીરની કેસર કેરીને બચાવવાની સાથે નફો કરતું સરકારી સંસ્થાન બન્યું છે.

વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરવાના દ્વાર ખુલશે- ઈન્ડો ઇઝરાઇલ રૂટ (indo-israel route kesar mango)થી તૈયાર થયેલી કેસર કેરીનું કદ લંબાઈ અને પહોળાઈની સરખામણીએ એક સમાન જોવા મળશે. આ લક્ષણ ઇઝરાઇલની કેરીનું છે. હવે આગામી દિવસોમાં તેનું સંવર્ધન ગીરની કેસર કેરી સાથે થતાં હવે ગીરની કેસર કેરીનું કદ અને લંબાઈ પણ એક સમાન જોવા મળશે. જેને કારણે કેસર કેરીના બજાર ભાવ ખૂબ સારા મળવાની સાથે ગીરની કેસર કેરીને વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવાના દ્વાર પણ ખુલ્લા જોવા મળશે.

ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી ઉત્પાદિત આંબાની ખાસિયત- વર્તમાન સમયમાં ગીરની કેસર કેરી નિકાસને લઇને હજુ પણ મુશ્કેલીમાં જોવા મળે છે, પરંતુ આ પ્રકારે તૈયાર થયેલી ગીરની કેસર કેરી વિશ્વની બજારોમાં પણ પોતાનો પગ જમાવશે. વધુમાં ઈન્ડો ઇઝરાઇલ રૂટ સિસ્ટમથી ઉત્પાદિત થયેલા આંબાના ઝાડમાં વાતાવરણની પ્રતિકૂળતા સામે ટકી રહેવાની શક્તિ અને રોગ જીવાતના ઉપદ્રવ સામે પણ આંબાના ઝાડ ખૂબ સારી ટક્કર આપી શકે છે.

10થી 15 ફૂટની ઊંચાઈ ધરાવે છે આ આંબા- વધુમાં આ પ્રકારે તૈયાર થયેલા અંબાની ઊંચાઈ 10થી 15 ફૂટ જેટલી હોય છે. જેને કારણે તેમાંથી કેરીને ઉતારવાથી લઈને જમીનને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળી રહે તે પ્રકારની કુદરતી વ્યવસ્થા આંબામાં જોવા મળશે. જેને કારણે કેરીનું ઉત્પાદન વધવાની સાથે રોગ-જીવાતનો ઉપદ્રવ ઘટશે અને સૂર્યપ્રકાશ સીધો જમીનમાં પડવાને કારણે જમીનની ફળદ્રુપતામાં વધારો થશે જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પણ ચોક્કસ પણે જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.