ETV Bharat / city

જૂનાગઢમાં લોકોને દાઝ્યા પર ડામ, ટામેટાના ભાવ અધધ 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો - જૂનાગઢ છૂટક બજાર

વર્તમાન સમયમાં લોકો ચારે તરફથી મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. તેવામાં ટામેટાના (Tomato) પણ ભાવમાં અધધ વધારો થતા દાઝ્યા પર ડામ જેવો ઘાટ સર્જાયો છે. જૂનાગઢમાં પણ શાકભાજી માર્કેટમાં (Vegetable Market) એક સમયે 20 રૂપિયે કિલો વેચાતા ટામેટાનો (Tomato) ભાવ અત્યારે 60થી 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જોકે, હજી એક અઠવાડિયા સુધી બજારભાવ નિયંત્રણમાં આવે તેવી શક્યતાઓ નથી દેખાતી.

જૂનાગઢમાં લોકોને દાઝ્યા પર ડામ, ટામેટાના ભાવ અધધ 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો

author img

By

Published : Nov 24, 2021, 2:38 PM IST

  • જૂનાગઢમાં ટામેટાએ પોતાની કિંમતથી લોકોને કર્યા લાલ
  • ટામેટાની છૂટક બજાર ફરી એક વખત લાલચોળ તેજી તરફ આગળ વધી
  • આગામી દિવસોમાં ટામેટાનો જથ્થો પૂર્વવત બનતા ભાવ ઘટવાની શક્યતા
  • અત્યારે જૂનાગઢની છૂટક બજારમાં પ્રતિકિલો ટામેટા 60થી 80 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે

જૂનાગઢઃ ટામેટાએ (Tomato) પોતાના રંગની જેમ બધાને લાલચોળ કરી દીધા છે. કારણ કે, ચારે તરફથી મોંઘવારીનો માર સહન કરતી જનતાને હવે ટામેટા (Tomato) પણ મોંઘા ભાવે ખરીદવા પડી રહ્યા છે. જૂનાગઢના બજારમાં પણ ટામેટા 60થી 80 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કમોસમી વરસાદને (Unseasonal rains) કારણે ટામેટાનો પાક નિષ્ફળ જતા તેમ જ દક્ષિણ ભારતમાં પડેલા ભારે વરસાદના કારણે ટામેટાની આવક અને તેનું ઉત્પાદન મર્યાદિત થતા તેની વિપરીત અસરો છૂટક બજાર પર જોવા મળી રહી છે. જોકે, કમોસમી વરસાદની શક્યતા દૂર થતા ટામેટાનો પૂરવઠો પૂર્વવત બને તેવી શક્યતા છે, જેના કારણે હજી આગામી એક અઠવાડિયા સુધી બજારભાવો નિયંત્રણમાં રહે તેવી શક્યતાઓ દેખાતી નથી.

જૂનાગઢમાં લોકોને દાઝ્યા પર ડામ, ટામેટાના ભાવ અધધ 80 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો

આ પણ વાંચો- દિવાળી પહેલા ફૂટ્યો ગેસ બોમ્બ: મોરબી સિરામીક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 11.70 નો ભાવ વધારો

લોકો ઊંચી કિંમતે ટામેટા ખરીદવા મજબૂર

બેંગ્લોરમાં વરસાદના કારણે ટામેટાના પાકને ઘણું નુકસાન થયું છે. આના કારણે ત્યાંથી ટામેટા સૌરાષ્ટ્ર આવવાની શક્યતાઓ નહીવત્ દેખાઈ રહી છે. તેના કારણે લોકોએ ઊંચી કિંમતે ટામેટા ખરીદવાનો વારો આવ્યો છે. ત્યારે દક્ષિણ ભારત (South India) અને ખાસ કરીને કર્ણાટકમાં પણ કમોસમી વરસાદ પડવાના કારણે ટમેટાના પાકના ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળી રહી છે. આના કારણે ટામેટાનો પૂરવઠો પૂર્વવત થઈ શકતો નથી, જેથી સ્થાનિક અને છૂટક બજારભાવ વધી રહ્યા છે.

આ પણ વાંચો- રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

કર્ણાટકથી ટામેટાનો જથ્થો બંધ થતા ભાવ આસમાને પહોંચ્યા

સૌરાષ્ટ્રમાં પડેલા અતિભારે અને કમોસમી વરસાદના કારણે ટામેટાનો પાક નિષ્ફળ ગયો છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક બજારમાં (Local Market) આવતા ટામેટાની (Tomato) આવક મર્યાદિત બની છે. ત્યારે કર્ણાટક (Karnataka) અને બેંગ્લોર (Banglore) તરફથી આવતા ટામેટાની માગ જૂનાગઢની બજારમાં (Junagadh Market) વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય છે. બેંગ્લોર તરફથી આવતા ટામેટા બજાર ભાવની (Tomato Market Price) દ્રષ્ટિએ સસ્તા પણ જોવા મળે છે. તો કર્ણાટકમાં પડેલા વરસાદના કારણે જૂનાગઢમાં ટામેટાની આવક બંધ થઈ છે. આથી ભાવ આસમાને પહોંચ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.