ETV Bharat / city

તૌકતેએ કેસર કેરી પર વર્તાવ્યો કહેર, મોટાભાગના આંબાવાડીઓમાં જોવા મળ્યો વિનાશ - જૂનાગઢ ન્યૂઝ

વાવાઝોડાએ ગીરની શાન સમી કેસર કેરી પર જાણે કે રીતસરનો કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો ગીરમાંથી સામે આવી રહ્યા છે. ગત રાત્રીના સમયે વાવાઝોડું ગુજરાતના દરિયાઇ વિસ્તાર પર સ્પર્શ થતાંની સાથે જ ખૂબ જ તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. જેને કારણે ગીરની શાન સમી કેસર કેરી જીક ઝીલી નહીં શકતા અંતે ધરાશાયી થઈ હતી અને ગીરના આંબાવાડીઓમાં જાણે કે કેસર કેરીની પથારી કરી હોય તે પ્રકારના ચિંતાજનક દૃશ્ય જોવા મળ્યાં હતાં.

મોટાભાગના આંબાવાડીઓમાં જોવા મળ્યો વિનાશ
મોટાભાગના આંબાવાડીઓમાં જોવા મળ્યો વિનાશ
author img

By

Published : May 19, 2021, 3:37 AM IST

  • વાવાઝોડાએ ગીરની શાન સમી કેસર કેરી પર વર્તાવ્યો કહેર
  • વાવાઝોડા બાદ ફૂંકાયેલા ભારે પવનને કારણે આંબાવાડિયામાં જોવા મળી વિનાશલીલા
  • મોટાભાગની કેસર કેરીનો પાક વાવાઝોડાને કારણે નષ્ટ થતાં ખેડૂતો પણ ચિંતિત

જૂનાગઢઃ વાવાઝોડા બાદ ફૂંકાયેલા ભારે પવનને કારણે ગીરની શાન સમી કેસર કેરી પર વાવાઝોડું જાણે કે કહેર બનીને તૂટી પડ્યું હોય તેવા ચિંતાજનક દૃશ્ય આજે સામે આવી રહ્યાં છે. સોમવારે રાત્રીના 09:00 કલાક બાદ વાવાઝોડું ગુજરાતના દરિયાઈ વિસ્તારને સ્પર્શ કરતાની સાથે ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. આ પવનને કારણે કેસર કેરી જમીને દોસ્ત થતી જોવા મળી રહી છે. જે પ્રકારે વાવાઝોડાએ ગીરના આંબાવાડીઓમાં વિનાશલીલા નોતરી છે, તેને જોઈને જગતનો તાત પણ હવે ખૂબ જ ગહન ચિંતામાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. કેસર કેરીની સિઝન બિલકુલ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી હતા આવી પરિસ્થિતિમાં વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવને ખેડૂતના હાથમાં આવેલો કેસર કેરીનો પાક જાણે કે છિનવી લીધો હોય તેવા દ્રશ્યો ગીરના આંબાવાડિયામાં જોવા મળ્યા હતા.

મોટાભાગના આંબાવાડીઓમાં જોવા મળ્યો વિનાશ

આ પણ વાંચોઃ સુરતમાં વાવાઝોડાની અસર: શહેરના અલગ-અલગ વિસ્તારમાં વૃક્ષોની સાથે વીજળીના પોલ થયા ધરાશાયી

કુદરતી પ્રકોપ અને રોગચાળાને કારણે પણ પાક ઓછો થવાની હતી શક્યતાઓ

આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ તેમજ અનિશ્ચિત બનેલી ઋતુઓને કારણે કેસર કેરીનો પાક દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ઓછો જોવા મળતો હતો. તેમાં ઉનાળા દરમિયાન પણ શિયાળા જેવો માહોલ જોવા મળતા આંબાનો પ્રથમ ફાલ ખરી પડયો હતો. ત્યારબાદ આવેલા બીજા આવરણમાં પણ વાતાવરણની પ્રતિકૂળતા બાધક બનતી હતી, ત્યારે કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે 40થી 50 ટકા રહેવાની શક્યતાઓ ખેડૂતો વ્યકત કરી રહ્યા હતા. આવા સમયે આવેલું વાવાઝોડું કેસર કેરી માટે વિનાશ બનીને આવ્યું હોય તે પ્રકારે પવનના કહેરે કેસર કેરીને જમીનદોસ્ત કરી દીધી અને આંબાવાડિયામાં જાણે કે કેસર કેરીને પથારી કરી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે ખેડૂતો માટે ખૂબ જ નુકસાનકર્તા જણાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.