ETV Bharat / city

World Heritage Day 2022 : જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકો બની રહ્યા છે સરકારની ઉદાસીનતાનો ભોગ, જાણો કઈ રીતે - Celebrating World Heritage Day

જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકો (Historical Monuments in Junagadh) ક્યાંકને ક્યાંક સરકારની વાહવાહી માટે હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક સ્મારકો અને ગુફાઓ ભોગ બનતી જાય છે તેવું સામે આવ્યું છે. ત્યારે વિશ્વ હેરિટેજ દિવસ (World Heritage Day 2022) જૂનાગઢની કેટલીક ઐતિહાસિક વાતનો ETV Bharatના અહેવાલમાં જુઓ....

World Heritage Day 2022 : જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકો બની રહ્યા છે સરકારની ઉદાસીનતાનો ભોગ

author img

By

Published : Apr 18, 2022, 9:48 AM IST

જૂનાગઢ : આજે હેરિટેજ દિવસ (World Heritage Day 2022) છે, ત્યારે આ દિવસે ઐતિહાસિક સ્મારકો, દેશની પ્રાચીનતમ સાંસ્કૃતિકને લઈને હેરિટેજ દિવસની વિશેષ મહત્વ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લો હેરીટેજ સ્મારકો અને સ્થળો માટે સમગ્ર ગુજરાતમાં (Historical Monuments in Junagadh) સૌથી વધારે મહત્વનો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 38 જેટલા સ્મારકો આવેલા છે. જેને ખુદ સરકારે હેરિટેજ સ્થળ તરીકે માન્યતા આપી છે. પરંતુ આજે આ હેરિટેજ સ્થળોની હાલત ખુબ જ દયનીય જોવા મળે છે. સરકારી ઉદાસીનતાને કારણે ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ સમાન આ ધરોહરો આજે જીર્ણતા તરફ આગળ વધી રહી છે.

જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકો બની રહ્યા છે સરકારની ઉદાસીનતાનો ભોગ

હેરિટેજ સ્થાપત્યો સરકારની વાહવાહી પૂરતા બન્યા મર્યાદિત - વન મેન એનજીઓ ઇન્ડિયને જણાવ્યું કે, જૂનાગઢ શહેરમાં જયાં નજર કરો ત્યાં અને હેરીટેજ સ્મારકો આવેલા છે. મોટાભાગના સ્મારકો 200 વર્ષ કે તેથી વધુ પુર્વના છે. જૂનાગઢમાં આવેલા ખાપરા કોડિયા અને બાબા પ્યારેની ગુફાઓ આ ઐતિહાસિક સ્મારકો (Happy World Heritage Day) પૈકીના બે ખૂબ મહત્વના પૌરાણિક સ્થળો છે. આ બંને ગુફાનો ઇતિહાસ જોવા જઈએ તો તેનું નિર્માણ બૌધ્ધ કાલીન સમયમાં થયું હશે. એટલે કે આજથી 2500 કે 3000 હજાર વર્ષ પૂર્વે બૌદ્ધ ગુફાનું (Buddhist Cave in Junagadh) નિર્માણ બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા કરવામાં આવ્યું હશે તેવું ઇતિહાસ પરથી જાણવા મળે છે.

આ પણ વાંચો : Patan Foundation Day : પાટણ નગરનો 1276માં સ્થાપના દિન રંગેચંગે ઉજવાયો

સરકારની ઉદાસીનતાનો ભોગ - જે તે સમયે કોઈ પણ પ્રકારના સાધનો વગર અવિસ્મરણીય ગુફાઓનું નિર્માણ બૌદ્ધ સાધુઓ તેમના વિચરણ દરમિયાન ધાર્મિક અભ્યાસ માટે રહેઠાણના હેતુ સર કરતા હશે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતની આ અતિ પ્રાચીન સ્થાપત્ય આજે સરકારની ભારે ઉદાસીનતાને કારણે ખૂબ જીર્ણતા તરફ આગળ વધી રહી છે. તેમજ પ્રવાસીઓને આકર્ષવા માટે કોઈ પણ પ્રકારનું આયોજન અત્યાર સુધી થયું નથી. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર અનેક જાહેરાતો કરે છે પરંતુ પ્રવાસન સ્થળો સરકારની ઉદાસીનતાનો (Historical Monuments in Gujarat) ભોગ બની રહ્યા છે. તેનું જીવંત ઉદાહરણ જૂનાગઢમાં આવેલી અને 3000 હજાર વર્ષ પૂર્વે બનેલી ખાપરા કોડિયા અને બાબા પ્યારેની ગુફાઓ બની રહી છે.

સરકારના પ્રમોશન આ ગુફાનો થયો હતો ઉપયોગ - દસેક વર્ષ પૂર્વે ગુજરાત સરકારની વાહવાહી-પ્રશંસા કરવા માટે અમિતાભ બચ્ચન દ્વારા ખુશ્બુ ગુજરાત કી અંતર્ગત અહીં કાર્યક્રમ (Celebrating World Heritage Day) કરવામાં આવ્યા હતો. તે સમયે ગણતરીના દિવસોમાં ખાપરા કોડિયાની ગુફાને ચકચકિત કરી દેવામાં આવી હતી. સરકારનું પ્રમોશન કરતી વખતે ખાપરા-કોડીયાની ગૂફાઓ જેટલી દિવ્ય લાગી રહી હતી એટલી જ જીર્ણ આજે સરકારની પ્રશંસા કર્યા બાદ આ ગુફાઓ લાગી રહી છે.

આ પણ વાંચો : પોરબંદરમાં ઐતિહાસિક સ્મારકોની હેરિટેજ વોકનું આયોજન કરાયું

પ્રવાસીઓ મુલાકાત લેવાનું ટાળે છે - વધુમાં ઇન્ડિયને જણાવ્યું કે, ગુજરાતી કહેવત મુજબ 'ગરજ સરી એટલે વૈદ વેરી' આ પ્રકારનું સરકારનું વલણ જૂનાગઢમાં આવેલા 300 વર્ષ પૂર્વેનો સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસ ધરાવતા સ્થાપત્યો આજે સરકારની ભારે ઉદાસીનતાને કારણે ઐતિહાસિક સ્થાપત્યો વેરાન બની રહ્યા છે. અહીં કોઈ પણ પ્રકારની સુવિધાઓ નહીં હોવાને કારણે પ્રવાસીઓ પણ આવા પ્રાગ ઐતિહાસિક (Tourists in Junagadh) સ્થળોની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.