- ભવનાથના ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી
- શેરનાથ બાપુના દર્શન અને ચરણ સ્પર્શ કરી લોકોએ ગુરુનો મહિમા ગાયો
- નાથ પરંપરા મુજબ ગોરક્ષનાથ આશ્રમમાં થઈ રહી છે ગુરુપૂર્ણિમાની ઉજવણી
જૂનાગઢ : આજે શનિવારે ગુરુપૂર્ણિમા ( Guru Purnima 2021 )નો ધાર્મિક તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતા અને પ્રાચીન ધર્મગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે વેદ વ્યાસનો જન્મ થયો હોવાને કારણે ગુરુ અને શિષ્યના પારંપરિક સંસ્કૃતિ સભર પરંપરાના ભાગરૂપે ગુરુપૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ( Guru Gorakshnath Ashram )માં વહેલી સવારથી જ સેવકોએ જગ્યાના મહંત શેરનાથ બાપુના દર્શન અને ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પણ વાચો: આજે Guru Purnima ના પાવન પર્વે Bharti Ashram માં ગુરૂપૂજન કરવામાં આવ્યું
વર્ષોથી નાથ સંપ્રદાય મુજબ કરાઈ ઉજવણી
વર્ષોથી ભવનાથમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી થતી આવી છે, તે મુજબ આ વર્ષે પણ પરંપરાગત રીતે ગુરુ શિષ્યની પરંપરા વધુ પ્રબળ અને ઉજ્જવળ બને તે માટે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો: ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે
ગોરક્ષનાથ આશ્રમમાં નાથ પરંપરા મુજબ થઇ ગુરુપૂર્ણિમાની ઉજવણી
ભવનાથમાં પાછલા ઘણા વર્ષોથી ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ધર્મની જ્યોત જલાવી રહ્યો છે, અહીં આવતા પ્રત્યેક ભાવી ભક્તોને ધર્મનો આશરો આપવામાં આવે છે. આશ્રમમાં ત્રિલોકનાથ બાપુનું સમાધિ સ્થળ પણ જોવા મળે છે, ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શેરનાથ બાપુના દર્શન કરીને ભાવિ ભક્તો ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે. આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે ગૌ સેવા અને પૂજા પણ કરવામાં આવે છે. ગોરક્ષનાથ આશ્રમમાં નાથ પરંપરા મુજબ ગાદીપતિની ધાર્મિક રીત રીવાજો અને સંસ્કારો સાથે વિધિવત રીતે વરણી કરવામાં આવતી હોય છે અને આ પરંપરા આજે પણ પ્રચલિત થતી જોવા મળી રહી છે, ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે બ્રહ્મલીન ત્રિલોકનાથ બાપુ, બ્રહ્મલીન સોમનાથ બાપુના દર્શન કરવા માટે વર્ષોથી નાથ પરંપરાના સેવકો આશ્રમમાં આવીને ગુરુપૂર્ણિમાની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.