જૂનાગઢઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 25મી તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગ ઓકતી ગરમીનું મોજું આવી શકે છે. 25મી મે સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે પ્રકારે lock down હતું તે દરમિયાન તાપમાન ક્રમશઃ મધ્યમ જણાઈ આવતું હતું. પરંતુ lock downમાં મળેલી છૂટછાટ બાદ વાહન વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થતાં હવે તાપમાનનો પારો અચાનક ઊંચકાઈ રહ્યો છે જેને કારણે સતત ગરમી વધી રહી છે અને લોકો અકળાવનારી ગરમીથી પરેશાન થતાં જોવા મળી રહ્યાં છે.
25મી સુધી ધગધગશે ગુજરાત, આકરી ગરમીનું મોજું ફરી વળવાની જૂનાગઢ કૃષિ યુનિ.ના હવામાનવિભાગની આગાહી - Junagadh
આગ ઓકતી ગરમી માટે તૈયાર થઈ જાઓ. કારણ કે આગામી 25 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન તાપમાન 42 થી લઈને 44 ડિગ્રી સુધી સ્પર્શે તેવી આગાહી કૃષિ યુનિવર્સિટીના હવામાનવિભાગે આગાહી કરી છે.