- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેના પરિવાર સાથે આવ્યા જુનાગઢ
- રાષ્ટ્રના 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટે આવ્યા જુનાગઢ
- ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાજીના દર્શન કરીને કરી ઉજવણીની શરૂઆત
જૂનાગઢ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી 2 દિવસ માટે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે. આવતીકાલે રવિવારે રાષ્ટ્રના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત થનારા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આચાર્ય દેવવ્રત તેમના પરિવાર સાથે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. જૂનાગઢ આવતાની સાથે જ તેઓ ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાજીના દર્શન કરવા માટે સહ પરિવાર પહોંચ્યા હતા. દેવવ્રત પરિવારે અંબાજીના દર્શન કરીને સ્વાતંત્ર પર્વની ધાર્મિક ભાવના અને માતાજીના આશીર્વાદ સાથે ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.
આચાર્ય દેવવ્રતે કર્યો રોપ-વેનો પણ કર્યો પ્રવાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે પ્રથમ વખત એશિયાના સૌથી લાંબા ઉડન ખટોલા ગિરનાર રોપ-વેની સફર કરી હતી અને તેઓ પ્રથમ વખત અંબાજીના દર્શન કરવા માટે અંબાજી પર્વત પર પહોંચ્યા હતા. તેમણે યાત્રાધામના વિકાસને લઈને પણ જૂનાગઢના સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને યાત્રાધામના વધુ વિકાસને લઇને સૂચનોનું આદાન પ્રદાન પણ કર્યું હતું. આચાર્ય દેવવ્રત જ્યારે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે અહીં હાજર અન્ય યાત્રિકોએ પણ આચાર્ય દેવવ્રતનું અંબાજી મંદિરમાં અભિવાદન કર્યું હતું.