- ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત એક દિવસની જૂનાગઢ મુલાકાતે
- પ્રમોદ સાવંત સાથે તેમની પુત્રી અને પરિવારના કેટલાક સભ્યોએ કર્યા અંબાજી અને દત્તાત્રેયના દર્શન
- ગોવામાં ફરી એક વખત ભાજપનું શાસન સ્થપાશે તેવો વ્યક્ત કર્યો આશાવાદ
જૂનાગઢ: ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત આજે રવિવારે તેમની પુત્રી અને પરિવારના કેટલાક સદસ્યો સાથે એક દિવસની જૂનાગઢ મુલાકાતે આવ્યા હતા. વહેલી સવારે પ્રમોદ સાવંત અને તેમનો પરિવાર રોપવે મારફતે ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાજીના દર્શન કર્યા હતા. જે બાદ પગપાળા ગુરુ દત્તાત્રેય શિખર પર જઈને દત્ત મહારાજના દર્શન કરી અભિભૂત થયા હતા. પ્રમોદ સાવંતે ગિરનાર પર તેમની ચાર વર્ષ બાદની પ્રથમ યાત્રાને લઇને ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગિરનારને પવિત્ર અને નૈસર્ગિક દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ સ્થળ ગણાવ્યું હતું. સાથે સાથે પર્વત સફાઈને લઈને ધ્યાન આપવામાં આવે છે તેને લઈને પણ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષના આગેવાનોને પ્રચાર માટે આવકારતા મુખ્યપ્રધાન સાવંત
આગામી મહિનાઓમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હાથ ધરાવા જઈ રહી છે. જેના ભાગરૂપે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આગામી 28 મી ઓક્ટોબરના દિવસે ગોવાની રાજકીય મુલાકાતે આવી રહ્યા છે, તેને આવકારતા પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, ચૂંટણીના સમયમાં કોઈ પણ રાજકીય પક્ષ અને પ્રચાર કરવા માટે એવો તેવા તમામ નેતાઓને આમંત્રણ આપી રહ્યા છે. સાથે સાથે તેમણે એવો ભરોસો પણ વ્યક્ત કર્યો હતો કે, દસ વર્ષથી ગોવામાં ભાજપની સરકાર ચાલી રહી છે. જે આગામી વિધાનસભાની ચૂંટણીઓ બાદ પણ ભાજપ સરકારના સૂત્ર ફરી એક વખત સંભાળશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
મુખ્યપ્રધાન સાવંતે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો
જૂનાગઢ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ગોવાના સરપંચથી લઈને ઉચ્ચ પદ પર બિરાજતા લોકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી અને ગોવામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેને લઈને પ્રત્યેકને અભિનંદન પાઠવ્યા હતા. કોરોના રસીકરણ તેમજ આત્મનિર્ભર યોજનાની સંપૂર્ણ અમલવારીને કારણે વડાપ્રધાન મોદીએ ગોવાનો વિશેષ ઉલ્લેખ કરીને ત્યાંની સરકારને ધન્યવાદ આપ્યા હતા. આજે મુખ્યપ્રધાન સાવંતે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકાર ફરી એક વખત સ્થાપિત કરીને વિકાસના કામને વધુ વેગવંતુ બનાવવામાં આવશે તેવો આત્મવિશ્વાસ પણ પ્રમોદ સાવંતે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ મનપાએ પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવા હાથ ધર્યો નવતર પ્રયાસ
આ પણ વાંચો: ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ