- પાછલા 70 વર્ષથી ગિરનારી મહારાજની કરવામાં આવે છે દૂધધારા
- ગિરનારની દૂધધારા પરિક્રમા ભવનાથના માલધારી સમાજના પરિવારો જોડાય છે
- ગિરનારી મહારાજની ફરતે પ્રદક્ષિણા કરીને દૂધની ધારા વડે કરાય છે તેમનું પૂજન
જૂનાગઢ: જેઠ વદ અગિયારસના દિવસે પાછલા 70 વર્ષથી ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) યોજાતી આવી છે. ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિના સમન્વય સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનું આયોજન ભવનાથમાં રહેતા માલધારી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ જોડાઇને ગિરનારી મહારાજની ફરતે દૂધની ધારાઓ વડે પ્રદક્ષિણા કરીને સમગ્ર સૃષ્ટિ પર વરુણદેવ પોતાની કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી પ્રાર્થના આસ્થા અને વિશ્વાસ સાથે ગિરનારી મહારાજની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જે આજે સાંજના સમયે ભવનાથ મહાદેવ મંદિર નજીક પરિપૂર્ણ થશે.
વરુણ દેવ સમગ્ર સૃષ્ટિ પર કૃપાદૃષ્ટિ વર્ષાવે તેને લઈને કરાય છે દૂધધારા પરિક્રમા
પાછલા 70 વર્ષથી જેઠ વદ અગિયારસના દિવસે ગિરનારી મહારાજની પારંપરિક દૂધધારા પરિક્રમાનું આયોજન ભવનાથમાં રહેતા માલધારીઓ માટે પશુપાલકો દ્વારા કરવામાં આવતું હોય છે. પાછલા 70 વર્ષથી આ ધાર્મિક પરંપરા સમાન દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) આજે પણ આયોજિત થઇ છે. જેમાં મોટી સંખ્યામાં ભવનાથના માલધારીઓ પશુપાલકોની સાથે ધર્મમાં આસ્થા ધરાવતા લોકો પણ જોડાયા છે. 36 કિમીની આ યાત્રા સાંજે ભવનાથ મહાદેવના ચરણોમાં આવીને પરિપૂર્ણ થશે.
માલધારીઓ ગિરનારી મહારાજની પૂજા કરતા જોવા મળશે
આ સમય દરમિયાન પશુપાલકો અને માલધારીઓ પોતાના પશુધનનું અમૃત સમાન દૂધ સમગ્ર ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરીને તેના વડે ગિરનારી મહારાજની પૂજા કરતા જોવા મળશે.
દૂધધારા પરિક્રમા ગિરનારથી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી થાય છે શરૂ
આ ધાર્મિક માન્યતા પાછલા ઘણા વર્ષોથી જોવા મળે છે. જે આ વર્ષે પણ જોવા મળી રહી છે. દૂધધારા પરિક્રમા (Dudh Dhara Parikrama) માં લોકો ધાર્મિક આસ્થા વિશ્વાસ અને ભક્તિ સાથે આજે પણ જોડાઈને ગિરનારી મહારાજની ફરતે પ્રદક્ષિણા કરીને દૂધધારા પરિક્રમામાં જોડાય છે. ધાર્મિક પુણ્યનું ભાથું બાંધતા જોવા ગિરનારની દૂધધારા પરિક્રમા પ્રાચીન સમયથી ભવનાથ સ્થિત ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી પરિક્રમા ની શરૂઆત થતી હોય છે ત્યાંથી પરિક્રમાર્થીઓ ચાલતા લંબે હનુમાન ભવનાથ મહાદેવ મંદિર વસ્ત્રાપથેશ્વર ગુરુદત્ત કુટીર દુધેશ્વર મહાદેવ મંદિર થઈને પારંપરિક પરિક્રમાના માર્ગ ઉપર આ દૂધધારા પરિક્રમા શરૂ થાય છે.
આ પણ વાંચો: ચૈત્ર માસમાં રેવાની પરિક્રમા કરવા લાખો ભક્તો જોડાયા
ગિરનારી મહારાજ નું પૂજન અર્ચન અને ભક્તિ સાથે તેમની પ્રાર્થના થતી હોય છે
જંગલ વિસ્તારમાં જીણાબાવાની મઢી મારવેલા બોરદેવી જેવા પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવતા ધાર્મિક જગ્યા માંથી આ દૂધધારા પરિક્રમા પસાર થાય છે. અહીં ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અને દર્શન કરીને દૂધધારા પરિક્રમા આગળના પડાવ તરફ આગળ વધે છે 36 કિલોમીટરના સમગ્ર પરિક્રમા પથ પર સતત દૂધની ધારા વડે ગિરનારી મહારાજ નું પૂજન અર્ચન અને ભક્તિ સાથે તેમની પ્રાર્થના થતી હોય છે.
આ પણ વાંચો: પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે વિશેષ ટ્રેન
ગિરનારની લીલી પરિક્રમા પણ ધરાવે છે ખૂબ જ મહત્વ
ભગવાન કૃષ્ણના સમયથી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ હોવાની આપણા ધાર્મિક ગ્રંથોમાં પુરાવાઓ આજે પણ જોવા મળે છે દેવ દિવાળીના દિવસે જે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો દ્વારા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સર્વ પ્રથમ વખત કરી હોવાની આપણી ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. ત્યારથી આજ દિન સુધી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમા થતી આવે છે.
આ પરિક્રમા પાંચ દિવસ સુધી ચાલતી હોય છે
જેમાં દેશ અને દુનિયાના લાખો ભાવિકો પરિક્રમા રૂટ પર ફરીને ભવ ભવનું ભાથું બાંધતા હોય છે. આ પરિક્રમા પાંચ દિવસ સુધી ચાલતી હોય છે અને આ પાંચ દિવસ દરમિયાન પાંચ પડાવો પર પ્રત્યેક પરિક્રમાથી મુકામ અને પડાવ નાખતા હોય છે, ત્યારે આ દૂધધારા પરિક્રમા વહેલી સવારે શરૂ થાય છે અને સાંજના સમયે દિવસ અસ્ત થવાને પહેલા આ પરિક્રમા ધાર્મિક વિધિ વિધાન અને પૂજન કરવાની સાથે પૂર્ણતા તરફ આગળ વધતી હોય છે.