- કોરોના સંક્રમિત થયા બાદ થાણાપતિ ગંગાગીરી મહાકુંભમાં પામ્યા દેવલોક
- દેવલોક પામેલા ગંગાગીરી ધાર્મિક વિધિ ગંગાતટ પર પૂર્ણ કરાઇ
- અખાડાના સંરક્ષક તરીકે થાણાપતિની નિમણૂક કરવામાં આવી
જૂનાગઢ: ભવનાથના આહવાન અખાડાના થાણાપતિ ગંગાગીરીનું કોરોના સંક્રમણને કારણે હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અવસાન થતાં તેમની ધાર્મિક વિધિથી મહાકુંભ મેળામાં ગંગાકિનારે સંપન્ન કરવામાં આવી છે. સતત વધી રહેલું કોરોના સંક્રમણ મંદિર અને સંન્યાસીઓ સુધી પણ વિસ્તરી રહ્યું છે, જેમાં ગંગા ગીરી મહારાજનો કોરોના સંક્રમણે પ્રાણ લેતા તેઓ દેવલોક પામ્યા છે. સતત વધી રહેલું કોરોના સંક્રમણ હવે ચિંતા ઉપજાવી રહ્યું છે. ભાવનાથમાં આવેલા અખાડાઓમાં થાણાપતિની પરંપરા વર્ષો જૂની છે, જેમાં અખાડાના સંરક્ષક તરીકે થાણાપતિની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો:જૂનાગઢનું ભવનાથ કોરોનાના કારણે સૂમસામ બન્યુ
અંતિમવિધિ શાસ્ત્રોકત પૂજન મુજબ મહાકુંભ મેળામાં ગંગા તટે કરવામાં આવી
ગંગાગીરી મહારાજ હરિદ્વારમાં આયોજિત મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચ્યા બાદ તેઓ કોરોના સંક્રમિત થતા તેમનો દેહ વિલય થયો હતો. જેને લઈને સાધુ સમાજ અને ભવનાથના અખાડા મંડળમાં પણ ભારે શોક વ્યાપી જવા પામ્યો છે. દેવલોક પામેલા ગંગા ગીરી મહારાજની અંતિમવિધિ ધાર્મિક વિધિ શાસ્ત્રોકત પૂજન મુજબ મહાકુંભ મેળામાં ગંગા તટે કરવામાં આવી હતી. અચાનક કોરોના સંક્રમણને કારણે દેવલોક પામેલા ગંગા ગીરી મહારાજની અનઉપસ્થિતિ દર વર્ષે આયોજિત થતા મહા શિવરાત્રી મેળામાં ચોક્કસ જોવા મળશે, તેનું દુઃખ ભવનાથના પ્રત્યેક સાધુ સન્યાસીમાં જોવા મળી રહ્યું છે.