જૂનાગઢ: ગઈકાલે મકરસંક્રાંતિ (Uttarayan 2022 Gujarat)નો તહેવાર ભારે ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન અનેક પક્ષીઓ પંતગની દોરી (Birds Injured With Kite String)થી ઘવાયા હતા અને કેટલાક પક્ષીઓના મોત (Birds Dead In Uttarayan 2022) પણ થયા હતા. જૂનાગઢમાં પતંગની દોરીથી ઘાયલ 6 જેટલા પક્ષીઓનું આજે મોત થયું હતું, જેની અંતિમવિધિ જૂનાગઢ (Funeral of birds In Junagadh)ના પર્યાવરણપ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી. ધાર્મિક પુજન સાથે મૃતક કબૂતરોના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.
મોતને ભેટેલા કબૂતરોની અંતિમવિધિ કરવામાં આવી
ગઈકાલે ઉત્તરાયણનો તહેવાર ભારે જોશ સાથે મનાવવામાં આવ્યો હતો. પતંગરસિકોની મજા જૂનાગઢમાં કબુતરો માટે મોતની સજા બની રહી છે. ગઈકાલે ઘાતક પતંગની દોરીથી ઘાયલ થઇને આજે મોતને ભેટેલા 6 જેટલા કબૂતરોની અંતિમવિધિ ધાર્મિક પૂજન સાથે જૂનાગઢના પર્યાવરણપ્રેમી (Environmentalist In Junagadh) જયદીપ ઓડેદરાની હાજરીમાં કરવામાં આવી હતી. જૂનાગઢ સ્મશાનના કર્મચારીઓએ પણ સહભાગી બનીને મોતને ભેટેલા કબુતરોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ આપી હિંદુ ધર્મ અનુસાર દફનવિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Junagadh Fake RTPCR Test: એક જ નંબર પર RTPCR ટેસ્ટના 40 સર્ટિફિકેટ મળ્યા, મોટું કૌભાંડ હોવાની આશંકા
ઉત્તરાયણ દરમિયાન મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અનેક પક્ષીઓ ઉત્તરાયણ દરમિયાન મોતને ભેટતા હોય છે. દર વર્ષે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં કબૂતર (Pigeons Injured With Kite String In Junagadh)ની સાથે અન્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થતા હોય છે અને કેટલાક પક્ષીઓ પતંગની દોરી સામે પોતાની જીવન દોર ટૂંકાવીને મોતને ભેટતા હોય છે, ત્યારે આજે કબૂતરોની દફનવિધી સંપન્ન કર્યા બાદ પર્યાવરણપ્રેમી જયદીપ ઓડેદરાએ પતંગરસિકોને વિનંતી કરી છે.
પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે મોતની સજા ન બનવી જોઇએ - પર્યાવરણપ્રેમી
તેમણે કહ્યું કે, તમારી મજાની સજા નિર્દોષ પશુઓ અને પક્ષીઓને મોતના રૂપમાં મળી રહી છે તે જરાય યોગ્ય ગણવામાં આવે તમે નથી. તમારી પતંગ ચગાવવાની મજા ચોક્કસ માણો, પરંતુ અબોલ અને નિર્દોષ પક્ષીઓ મોતની સજા ભોગવીને તમારી મજાની કિંમત ચૂકવી રહ્યા છે, જે માનવતાને શર્મસાર કરી મૂકે છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક પતંગપ્રેમીઓ આવનારા દિવસોમાં માનવતાને ધ્યાને રાખીને પક્ષીઓને સહેજ પણ નુકસાન ન થાય તેમ પતંગ ચગાવીને ઉતરાયણની મજા માણશે તો તેને કાયમ માટે આવકારદાયક માનવામાં આવશે.
આ પણ વાંચો: Exhibition Of Books On Vivekananda: જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ પર લખાયેલા પુસ્તકોનું યોજાયું પ્રદર્શન