જૂનાગઢઃ શહેરમાં છેલ્લા 85 વર્ષથી જનસેવા ટ્રસ્ટ દ્વારા શહેરના જગમાલ ચોક વિસ્તારમાં વિનામૂલ્યે છાશ વિતરણ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાની આકરી ગરમીમાં છાસને અમૃત સમાન માનવામાં આવે છે, ત્યારે ગરમીમાંથી લોકોને રાહત મળે તે માટે અમૃત પિણુ છાશ વિનામૂલ્યે દરરોજ 350થી વધુ પરિવારો તેનો લાભ લઈને આકરી ગરમીમાંથી મુક્તિ પણ મેળવી રહ્યા છે.
જનસેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 85 વર્ષથી ઉનાળાના સમયમાં આર્થિક જરૂરિયાતની સામે લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે તે માટે આ છાસ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે આજે પણ અવિરત પણે જોવા મળી રહ્યું છે.