- નદીઓમાં ફેલાઈ રહેલા પ્રદૂષણને લઈને પૂર્વ ધારાસભ્ય મેદાનમાં
- ખેડૂતો સાથે મહેન્દ્ર મશરૂએ પોલ્યુશન બોર્ડના અધિકારીની કરી મુલાકાત
- ખેડૂતોને સાથે રાખીને પ્રદૂષણ બોર્ડના અધિકારી સાથે બેઠક કરી
જૂનાગઢ : શહેરની સ્થાનિક નદીઓમાં પ્રદૂષણના મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ મેદાનમાં આવ્યા છે. મહેન્દ્ર મશરુએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે કરી બેઠક કરી હતી.જિલ્લાની ભાદર ઓજત ઉબેણ લોલ સહિતની નદીઓમાં જેતપુર વિસ્તારમાં આવેલા સાડી ના કારખાનાઓ અને આસપાસમાં આવેલા સાડી ધોવાના ગેરકાયદેસર ઘાટ ને લઈને આ નદીઓ પ્રદૂષિત બની રહી છે.
ખેડૂતો પ્રદૂષણ ને લઈને વિરોધ પ્રદર્શન અને હવે જન આંદોલન કરવાની તૈયારીઓમાં
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પ્રદૂષણ ને લઈને વિરોધ પ્રદર્શન અને હવે જન આંદોલન કરવાની તૈયારીઓ પણ કરી ચૂકયા છે. ત્યારે આજે પ્રદૂષણ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સાથે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરીને પ્રદૂષણની સમસ્યા પર તાકીદે કોઈ નક્કર નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
વર્ષોથી જૂનાગઢ જિલ્લાની નદીઓ પ્રદૂષિત બની રહી છે પરંતુ નથી થઈ રહ્યું કોઈ નક્કર નિરાકરણ
છેલ્લા એક દસકાથી જૂનાગઢ જિલ્લાની સ્થાનિક નદીઓ જેતપુરમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ખાસ કરીને સાડી બનાવવાના કારખાનામાંથી રસાયણ યુક્ત અને પ્રદૂષિત પાણી નદીના પ્રવાહમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો સમગ્ર પ્રદૂષણ ને લઈને વિરોધ પ્રદર્શન કરે ત્યારે આ સમસ્યા થોડા સમય માટે ઔદ્યોગિક એકમો બંધ કરી દેતા હોય છે પરંતુ જ્યારે ખેડૂતોનો રોષ ઓછો થાય છે.ત્યારે આ પ્રદૂષણ ફરીથી નદીઓને પ્રદૂષિત કરવાનું ચાલુ કરી આપે છે.
આજે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે ખેડૂતની હાજરીમાં બેઠક કરીને આ સમસ્યા તાકીદે બંધ થાય અને ફરી શરૂ ન થાય તેવી કામગીરી કરવાની તાકીદ કરી હતી, કે આમ કરવા માં પ્રદૂષણ બોર્ડ વામણું પુરવાર થશે તો પૂર્વ ધારાસભ્ય અહિંસક કહી શકાય તેવો ઉગ્ર આંદોલન પણ કરવાની આજે ચિમકી આપી છે