- વનવિભાગે પાંચ જેટલા સિંહોનું કર્યું છે રેસ્ક્યૂ સિંહ પ્રેમીઓએ લગાવ્યો સનસનીખેજ આરોપ
- તાકિદે પાંજરે પુરવામાં આવેલા 5 સિંહોને વન વિભાગ મુક્ત કરે તેવી કરી માંગ
- જંગલમાં ખોરાક પાણી અને અન્ય અગવડતાઓને કારણે સિંહો છોડી રહ્યા છે જંગલ વિસ્તાર
જૂનાગઢ: રાજુલા નજીકથી વનવિભાગે પાંચ જેટલા સિંહોને બે દિવસ પૂર્વે પાંજરે પુરીને વનવિભાગની દેખરેખ હેઠળ રાખ્યા છે. સમગ્ર મામલાને લઈને વનવિભાગના પૂર્વ અધિકારીઓ અને સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના સિંહ પ્રેમીઓ અને પૂર્વ વન અધિકારીઓ માની રહ્યા છે કે, વનવિભાગે સિંહોનું રેસ્ક્યૂ કર્યું છે, ત્યારે વનવિભાગની પકડમાં રહેલા પાંચ જેટલા સિંહોને તાકીદે ફરીથી રાજુલાના કોવાયા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ સિહ પ્રેમીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો- રાજુલા નજીકથી વનવિભાગ દ્વારા સિંહોને ખસેડાયાં, ધારાસભ્યએ કર્યો વિરોધ
કોવાયા વિસ્તારમાંથી વનવિભાગે પાંચ જેટલા સિંહોને અન્યત્ર જગ્યાએ ખસેડી નાખ્યા છે
બે દિવસ પૂર્વે ગીર પુર્વના શેત્રુજ્ય રેન્જના રાજુલા નજીકના કોવાયા વિસ્તારમાંથી વનવિભાગે પાંચ જેટલા સિંહોને અન્યત્ર જગ્યાએ ખસેડી નાખ્યા છે. સમગ્ર મામલો હવે તુલ પકડી રહ્યો છે, ત્યારે વન વિભાગના પૂર્વ અધિકારી અને જૂનાગઢના સિંહ પ્રેમીઓ વનવિભાગ દ્વારા અંધારામાં કરવામાં આવેલી કામગીરી સામે અનેક શંકા-કુશંકાઓ કરી રહ્યા છે.
સિંહોને કોઈ એક નિશ્ચિત સ્થળે પાંજરામાં બંધ રાખવા ક્યારેય યોગ્ય નથી
વનવિભાગના પૂર્વ અધિકારીઓ માની રહ્યા છે કે, સિંહ જેવા રાજવી પ્રાણીને આ પ્રકારે જંગલ વિસ્તારમાંથી ઉઠાવી લઈ જઈને કોઈ એક નિશ્ચિત સ્થળે પાંજરામાં બંધ રાખવા ક્યારેય યોગ્ય નથી. વનવિભાગ તાકીદે કોવાયા વિસ્તારમાંથી પકડવામાં આવેલા પાંચેય સિંહોને ફરી તેના મૂળ વિસ્તારમાં મુક્ત કરીને તેને આઝાદી અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
કોવાયા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે
રાજુલાના કોવાયા વિસ્તારમાંથી જે પ્રકારે સિંહોને પકડીને રાતોરાત અન્યત્ર જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તે મામલાને લઈને હવે સિંહ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિંહ પ્રેમીઓ માની રહ્યા છે કે, વનવિભાગે જે પાંચ સિંહોનુ રેસ્ક્યૂ કર્યું છે, તેને આજે ત્રણ દિવસ વીતી ચૂક્યા છે. હવે રેસ્ક્યૂ કરાયેલા તમામ 5 સિંહોને ફરીથી તેમના વતન એવા કોવાયા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ જૂનાગઢના સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે.
વનવિભાગ કોઇ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે
સિંહ પ્રેમીઓ એવી માંગ પણ કરી રહ્યા છે કે, વનવિભાગ સિંહોની સુરક્ષાને લઇને જે દાવાઓ કરી રહ્યું છે, તે હવે પોકળ સાબિત થયા છે અને ખુદ વનવિભાગે સિંહોનું રેસ્ક્યૂ કરવું પડે તેવો સમય આવી ગયો છે. આવી પરિસ્થિતિની વચ્ચે વનવિભાગ કોઇ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ જૂનાગઢના સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો- પાણીથી દૂર રહેતા જંગલના રાજાએ કેવી રીતે પાર કરી શેત્રુંજી નદી? જૂઓ વીડિયો...
સિંહો માટે સતત ચાલતી ટ્રેન અકસ્માત ની ઘાત અને વણથંભી વણઝાર
સાવરકુંડલા નજીક ટ્રેનની અડફેટે પાંચ વર્ષના નર સિંહનું મોત થયું છે, આ મામલે પણ વનવિભાગના પૂર્વ અધિકારીઓ અને સિંહ પ્રેમીઓમાં ભારે શોક જોવા મળ્યો છે. સિંહોની સુરક્ષાને લઇને વનવિભાગ સતત વામણું પુરવાર થઈ રહ્યું છે. જેના કારણે સિંહોએ ખોરાક અને પાણી માટે જંગલ વિસ્તાર બહાર નીકળવું પડે છે, જેમાં કેટલાક હતભાગી સિંહો ટ્રેન અકસ્માતમાં મોતને પણ ભેટી રહ્યા છે. સમગ્ર મામલાને લઈને વનવિભાગના પૂર્વ કર્મચારી, અધિકારીઓ અને સિંહ પ્રેમીઓમાં ભારે શોક સાથે વન વિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે અને તાકીદે રાજ્યનો વનવિભાગ સિંહોની સુરક્ષાને લઈને વધુ સતેજ બને તેવી માંગ પણ કરી રહ્યા છે.