- જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજને લઈને લોકો કામ શરૂ કરવાની કરી રહ્યા છે માગ
- પાછલા બે વર્ષથી ઓવરબ્રિજને લઈને કામ ચાલી રહ્યું છે
- સૈદ્ધાંતિક મંજૂરી ને લઈને કામ શરૂ થવામાં હજુ પણ વિલંબ
અમદાવાદઃ રાજ્ય સરકાર આર્થિક સહાયની સાથે ઓવરબ્રિજને મંજૂર (First Over bridge in Junagadh) કરે તેવી માગણી જૂનાગઢ કોર્પોરેશનના સત્તાધીશોએ કરી છે. રાજ્ય સરકાર સમક્ષ માગ જૂનાગઢ શહેરનો પ્રથમ ઓવરબ્રિજ બનાવવા ને લઈને હવે જૂનાગઢના લોકો માગ કરી રહ્યાં છે. પાછલા બે વર્ષથી ઓવરબ્રિજને લઈને જે ટેકનિકલ કામ હતું તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને અંદાજિત 97 કરોડના ખર્ચે જૂનાગઢ શહેરનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ સાકાર બનવાને લઈને યોજનાઓ બની ચૂકી છે રેલવે સ્ટેશન નજીક જોષીપુરા ફાટક અને બસ સ્ટેશન નજીકના રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ (Junagadh Railway Over Bridge) બનાવવાની યોજના જૂનાગઢ મનપા રાજ્ય સરકાર અને રેલવે વિભાગ સંયુક્તપણે કરી રહ્યું છે પરંતુ પાછલા બે વર્ષથી ટેકનિકલ કામ સિવાય કોઇ નકકર કામગીરી હજુ સુધી શરૂ કરવામાં આવી નથી તેને લઈને જૂનાગઢના લોકો હવે સરકાર સમક્ષ તાકીદે રેલવેનો ઓવરબ્રિજનું કામ શરૂ થાય તેવી માગ કરી રહ્યા છે.
જમીન પર કોઈ નક્કર કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી
જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજને (First Over bridge in Junagadh) લઈને યાંત્રિક કામો હાથ ધરાયા હતાં. જેમાં ઓવરબ્રિજનો આકાર ઓવરબ્રિજ બનાવવાની જગ્યા અને કેવી ડિઝાઇનમાં ઓવરબ્રિજ બનવાનું છે તેને લઈને ઇજનેરી કામ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા મહિના પૂર્વે ઇજનેરોએ સમગ્ર પ્રોજેક્ટને લઈને જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી અને સમગ્ર કામને લઈને રૂપરેખા પૂરી પાડી હતી ત્યારે એવું જોવા મળતું હતું કે જૂનાગઢ શહેરનો પ્રથમ ઓવર બ્રિજ આકાર લઈ લેશે. પરંતુ યાંત્રિક કામો સિવાય હજુ સુધી ઓવરબ્રિજ બનાવવાને લઈને જમીન પર કોઈ નક્કર કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી.
ખર્ચો 100 કરોડને પાર થઈ જાય તેવી શક્યતાઓ
ઓવરબ્રિજની યોજના (First Over bridge in Junagadh) અભેરાઈ પર ચડી જાય તેની ચિંતા જુનાગઢના લોકોને કોરી ખાય છે. અંદાજીત 97 કરોડના ખર્ચે જૂનાગઢનું પ્રથમ ઓવરબ્રિજ આકાર લેશે જૂનાગઢમાં બનવા જઈ રહેલો પ્રથમ ઓવરબ્રિજ અંદાજિત 97 કરોડના માતબર ખર્ચે બનવા જઈ રહ્યો છે. બ્રિજ પાછળ ખર્ચવામાં આવતી મોટાભાગની રકમ રાજ્ય સરકાર જુનાગઢ મનપાને ચુકવશે. પરંતુ પાછલા બે વર્ષથી જે પ્રકારે ઓવરબ્રિજનું કામ રાજ્ય સરકારની મંજૂરી અને આર્થિક સહયોગ આપવામાં જે વિલંબ થઈ રહ્યો છે. તેને લઈને કામ શરૂ કરી શકાયું નથી. જો આ જ પ્રકારે રાજ્ય સરકાર આર્થિક સહયોગ અને કામ શરૂ કરવાને લઈને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં વિલંબ કરશે તો 97 કરોડના પ્રાથમિક અંદાજે થઈ રહેલો જુનાગઢનો પ્રથમ ઓવરબ્રિજ 100 કરોડને પાર થઈ જાય તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Junagadh Corporation:જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસ મામલે બેઠક યોજાઈ
આ પણ વાંચોઃ છેલ્લા 2 વર્ષથી બંધ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા શરૂ કરવા લોકોની માંગ, મેયરે આપ્યું આશ્વાસન