ETV Bharat / city

જૂનાગઢમાં રેલવેના જનરલ મેનજર સામે ખેડૂતોએ કર્યો વિરોધ, સોમનાથથી કોડિનાર નવી રેલવે લાઈન ન નાખવા કરી રજૂઆત - મિટરગેજ લાઈન

સોમનાથથી કોડિનાર વચ્ચેના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોને રેલવે માર્ગથી સાંકળવા માટે આ વિસ્તારમાં નવી રેલવે લાઈન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આને લઈને ખેડૂતો અને રેલવે વિભાગ વચ્ચે પાછલા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં આજે રેલવેના જનરલ મેનેજર આલોક કુમાર સોમનાથની મુલાકાતે આવ્યા હતા. અહીં ખેડૂતોએ તેમની આપવીતી જણાવીને પોતાની જમીનના ભોગે રેલવે લાઈન ન નાખવી જોઈએ તેવો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

જૂનાગઢમાં રેલવેના જનરલ મેનજર સામે ખેડૂતોએ કર્યો વિરોધ, સોમનાથથી કોડિનાર નવી રેલવે લાઈન ન નાખવા કરી રજૂઆત

author img

By

Published : Aug 25, 2021, 3:37 PM IST

  • સોમનાથ કોડીનાર વચ્ચે નાખવામાં આવી રહેલી સંભવિત નવી રેલવે લાઈનને લઈને ખેડૂતોમાં ભારે રોષ
  • પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કુમારને ખેડૂતોએ મળીને દર્શાવ્યો ઉગ્ર વિરોધ
  • આગામી દિવસોમાં ખેડૂતો રેલવે વિભાગ સામે ઉગ્ર આંદોલનના મંડાણ કરે તેવી પરિસ્થિતિનું થઈ શકે છે નિર્માણ

જૂનાગઢઃ સોમનાથથી કોડિનાર વચ્ચે આવેલા ઔદ્યોગિક એકમોને રેલવે માર્ગ સાથે જોડવાની વાતને લઈને પાછલા કેટલાક સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રેલવે વિભાગ (Railway Department) અને ખેડૂતો વચ્ચે હજી પણ નવી રેલવે લાઈન લઈને સંમતી બનતી જોવા મળતી નથી. તેવામાં આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કુમાર (Alok Kumar, General Manager, Railways) સોમનાથની મુલાકાતે આવ્યા હતા. જ્યાં અસરગ્રસ્ત ખેડૂતોએ તેમને મળીને આ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈનને (Railway Line) અન્ય જગ્યાએથી પસાર કરવાની માગ કરી હતી. આ સાથે જ ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની જમીનના ભોગે આ વિસ્તારમાંથી રેલવે લાઈન (Railway Line) ક્યારેય પસાર નહીં થવા દેવામાં આવે તેવી ગર્ભિત ચીમકી પણ સોમનાથ અને કોડિનારના અસરગ્રસ્ત ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો- રાજ્ય સરકાર શિક્ષણ સર્વેક્ષણ કરશે, શૈક્ષણિક સંઘે કર્યો વિરોધ

ઔદ્યોગિક એકમો માટે નખાતી નવી રેલવે લાઈનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

સોમનાથથી કોડિનાર સુધીના 5 જેટલા મોટા ઔદ્યોગિક એકમો કામ કરી રહ્યા છે, જેના માટે બનાવાઈ રહેલો નવો રલવે માર્ગ 19 ગામમાંથી પસાર થશે. આમાં 2,500 કરતાં વધારે ખેડૂતોની જમીન અસરગ્રસ્ત બનશે. વધુમાં રેલવે લાઈન 3 મીટર ઊંચી હોવાના કારણે આ વિસ્તારમાં આવેલી નદીઓનો પ્રવાહ ગામોને જળબંબાકારની સ્થિતિમાં પણ પહોંચાડી આપશે. રેલવે લાઈનને કારણે અંદાજિત 2.5 લાખ કરતાં વધુ નારિયેળી આંબા તેમ જ અન્ય વૃક્ષોને કાપવાની નોબત આવશે. આવી પરિસ્થિતિમાં 500થી વધારે ખેડૂતો કાયમી ધોરણે જમીન વિહોણા બની જશે, જેને ધ્યાનમાં રાખી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ આજે ઉગ્ર દેખાવ કરીને સંભવિત સોમનાથ કોડીનાર રેલવે લાઈનનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો- નવસારીમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો 60 ટકા શિક્ષકોએ કર્યો વિરોધ

વર્તમાન સમયમાં અમલમાં રહેલી સોમનાથ તાલાલા કોડિનાર લાઈન પર બ્રોડગેજ બનાવવાની ખેડૂતોની માગ

સમગ્ર ખેડૂતોના વિરોધને લઈને અસરગ્રસ્ત ખેડૂત રમેશ બારડે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સોમનાથથી વાયા તાલાળા અને કોડિનાર વચ્ચે મિટરગેજ લાઈન (Meterage line) ચાલી રહી છે. તેમાં ગેજ પરિવર્તન કરીને બ્રોડગેજ બનાવવામાં આવે તો ખેડૂતોની ઉપજાઉ અને મહામૂલી જમીન પર કાયમી ધોરણે ખેડૂતો ખેતી કરીને જગતનું પેટ ભરી શકે છે, પરંતુ રેલવે વિભાગે સોમનાથથી કોડિનાર રેલ્વે લાઈન પસાર કરવા વૈકલ્પિક નવા માર્ગની પસંદગી કરી છે, જેને લઈને સોમનાથ સુત્રાપાડા અને કોડિનાર તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ અસરગ્રસ્ત બનશે, જેના કારણે ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સંભવિત નવી રેલવે લાઈનને લઈને વિરોધ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.