- જૂનાગઢના ખેડૂતો કરી રહ્યા છે ચોમાસુ પાકની તૈયારી
- એક પાકને નુકસાન છતાં બીજો પાક લેવા માટે ખેડૂતો કટિબદ્દ
- ચોમાસુ પાક માટે ખેતરો તૈયાર કરી રહ્યા છે ખેડૂતો
જૂનાગઢ: વાવાઝોડા(tauktae) બાદ ખેતીપાકોને થયેલા નુકસાનને લઇને જગતનો તાત વિપરીત અને મુશ્કેલ પરિસ્થિતિમાં જોવા મળતો હતો. આવા સમયે પણ જગતનો તાત હવે માનસિક રીતે મજબૂત બનતો હોય તેવું જોવા મળી રહ્યું છે, વિપરીત અને વસમી યાદોને પાછળ મૂકીને જૂનાગઢ જિલ્લાના ખેડૂત(Farmer) હવે આગામી ચોમાસુ ખેતી(Monsoon farming) અને તેના પાકોને લઈને આગળ વધી રહ્યા છે અને ચોમાસુ પાક(Monsoon crop) માટે તેમના ખેતરોને તૈયાર કરવા તરફ અગ્રેસર બની રહ્યો છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ખેડૂતોની પાક ધિરાણ રિન્યૂ કરવા ઉઠી માગ
વાવાઝોડા બાદ ખેડૂતો મક્કમ મન બનાવી આગળ વધ્યા
વાવાઝોડા પહેલા અને ત્યાર બાદ જે કૃષિ પાકોને નુકસાન થયું છે તેને લઈને જગતનો તાત ખૂબ જ ચિંતિત જોવા મળે છે. પોતાના જીવ સમાં કૃષિ પાકોને જ્યારે તેની આંખો સમક્ષ નષ્ટ થતા જોઈને જગતનો તાત ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યો હતો પરંતુ મુશ્કેલીમાંથી હવે માર્ગ કાઢવાનો સિદ્ધાંત જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ અપનાવ્યો છે અને વાવાઝોડા બાદની તમામ વિકટ પરિસ્થિતિઓને બાજુએ મૂકીને હવે આવનારા ચોમાસુ પાક અને ખેતીને લઈને કટિબદ્ધ બનતો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માની રહ્યા છે કે જો કોઈ એક નુકસાનને ગાંઠે બાંધીને બેસી રહેવાને કારણે બીજી સીઝનની કૃષિ પાક અને ખેતી પણ નુકસાનકારક બની શકે છે જુનાગઢ જીલ્લાનો ખેડૂત પાછલા નુકસાનને માનસપટ પરથી દૂર કરીને આગામી ચોમાસુ ખેતી કરવા તરફ મક્કમ મને આગળ વધી રહ્યો છે.
![ખેડૂતોએ કરી ચોમાસુ ખેતીની શરુઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-khedut-vis-01-byte-02-pkg-7200745_27052021174846_2705f_1622117926_440.jpg)
આ પણ વાંચો: 2 વિઘામાં 40 મણ કાળા ઘઉંનું વાવેતર કરનારા ઊના તાલુકાનાં સૌપ્રથમ ખેડૂત