- દુર્યોધનનું પાત્ર ભજવનારા પુનીત ઈસ્સાર આવ્યા જૂનાગઢ
- બલરામજીના મંદિરમાં શિશ ઝૂકાવી કર્યા દર્શન
- દિલ્હીના પૂર્વ સાંસદે પણ તેમની સાથે કર્યા દર્શન
- જૂનાગઢની ભવનાથ તળેટીમાં દામોદર કુંડનું બલરામજી મંદિર ખૂબ પ્રખ્યાત છે
જૂનાગઢઃ બૉલિવૂડ અને ટેલિવિઝન કલાકાર પુનીત ઈસ્સાર જૂનાગઢ આવ્યા હતા. દુર્યોધનનું પાત્ર કરીને પ્રખ્યાત બનેલા પુનીત ઈસ્સારે બલરામજી મંદિરના દર્શન કર્યા હતા. જૂનાગઢ તળેટીમાં આવેલા દામોદર કૂંડના પ્રખ્યાત બલરામજી મંદિરમાં તેમણે દર્શન કર્યા તે સમયે તેમની સાથે દિલ્હીના પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત હતા. મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.
મહાભારતના સમયમાં ટીવી ક્ષેત્રમાં પુનીત ઈસ્સારનો દબદબો હતો
જે સમયે ટેલિવિઝન પર મહાભારતનું પ્રસારણ થતું હતું ત્યારે પુનીત ટેલિવિઝનની દુનિયાના સુપરસ્ટાર ગણાતા હતા. મહાભારતમાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલો અભિનય આજે પણ લોકોને યાદ છે. છટાદાર સંવાદો અને કદાવર કાઠી ધરાવતા ટેલિવિઝન સુપરસ્ટારે મહાભારતમાં દુર્યોધનનું પાત્ર ભજવીને ટેલિવિઝનના ઈતિહાસમાં ખૂબ જ નામના મેળવી હતી. અમિતાભ બચ્ચન અભિનિત કુલી ફિલ્મમાં પણ પુનીત ઈસ્સારે અભિનય કર્યો હતો. આ એક્શનના એક દ્રશ્યમાં અમિતાભ બચ્ચન ગંભીર રીતે ઘાયલ થયા હતા. અમિતાભ ગંભીર થયા તે સમયે અમિતાભને મુક્કો મારનાર પુનીત ઈસ્સાર જ હતા.