જૂનાગઢ હાલ સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ ગ્રેડ પે, જૂની પેન્શન યોજના (old pension scheme latest news) સહિત છેલ્લા ઘણા વર્ષોથી પડતર અનેક મુદ્દાઓને લઈને આંદોલન (Junagadh Forest Department Strike) કરી રહ્યા છે.
વન વિભાગ પણ હડતાળ પર ત્યારે હવે વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ પણ આંદોલન કરી રહ્યા છે. તેમની પડતર માગોનો સ્વીકાર કરવામાં આવે તેવી માગ (various demand Junagadh Forest Department) સાથેનું આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ કર્યું છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આગામી 17 મી તારીખે તેમના જન્મદિવસ (PM Modi birthday) નિમિત્તે વૃક્ષોનું વાવેતર (Tree plantation on PM Modi Birthday) કરી લીલી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરશે.
ફોરેસ્ટ બીટગાર્ડ બાદ હવે વનપાલ અને વન રક્ષકો આંદોલનના માર્ગે છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના, ગ્રેડ પે બઢતીમાં 1:3નો રેશિયો જાળવવો જેવી અનેક પડતર માગોને લઈને આંદોલન કરી રહ્યા છે. તો હવે વનપાલ અને વનરક્ષકોએ પણ 6 દિવસથી પડતર માગોને લઈને (various demand Junagadh Forest Department) સરકાર સામે બાંયો ચડાવી છે.
PMને કર્યો મેઈલ તો હવે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ મારફતે આવેદનપત્ર મોકલીને તેમની વર્ષો જૂની પડતર માગો (various demand Junagadh Forest Department) પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. સાથે જ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે (PM Modi birthday) આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને લોકો સુધી તેમની માંગ પહોંચતી થાય તેવો કાર્યક્રમ આપવાની વનપાલ અને વન રક્ષક સંગઠન જાહેર કર્યું છે
17મી સપ્ટેમ્બરે વૃક્ષારોપણ કરીને થશે વિરોધ ઉલ્લેખનીય છે કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને વનરક્ષકો ખાસ વિશેષ ઉજવણી કરવાના મૂડમાં પણ છે. આવેદનપત્રમાં ઉલ્લેખ થયા મુજબ, આ દિવસે સમગ્ર રાજ્યમાં વનપાલ અને વન રક્ષકો તેમના જિલ્લામાં 72 જેટલા વૃક્ષોનું (Tree plantation on PM Modi Birthday ) વાવેતર કરીને લીલી પટ્ટી ધારણ કરી સાંકેતિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવશે. સાથે જ તેમની માગણીઓ (various demand Junagadh Forest Department) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ગંભીરતાથી વિચારે તેવી લાગણી સભર વિનંતી પણ કરશે. એટલે હવે 17 સપ્ટેમ્બરનો દિવસ વનપાલ અને વનરક્ષકોના આંદોલનમાં ખૂબ મહત્વનો મનાઈ રહ્યો છે, જેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.