જૂનાગઢઃ કોરોના વાઈરસના કારણે દેશમાં તમામ સિનેમાગૃહો છેલ્લા સાત મહિનાથી બંધ છે. જો કે, અનલોક દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા હવે આગામી 15 તારીખથી સિનેમાગૃહો ફરી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે શહેરમાં આવેલા સિનેમાગૃહ આગામી 15મી તારીખ બાદ પણ બંધ જોવા મળશે.
છેલ્લા સાત મહિનાથી બંધ હોવાને કારણે સિનેમાગૃહમાં નવી ફિલ્મો સહિત અન્ય કેટલીક જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે હજુ કેટલોક સમય લાગી શકે છે, જેથી સિનેમાગૃહો બંધ જોવા મળશે.
કેન્દ્ર સરકારે આગામી 15મી તારીખ બાદ કોરોના સંક્રમણના જરૂરી દિશાનિર્દેશોના ચુસ્ત પાલન સાથે સિનેમાગૃહોને ખોલવાની મંજૂરી આપી છે.
કોરોના કાળમાં એકપણ પ્રકારના નવા ફિલ્મનું નિર્માણ કાર્ય આગળ ધપી શક્યુ નથી. જેને કારણે સિનેમાગૃહમાં નવા ચલચિત્રો આવવાની શક્યતા ખૂબ જ નહીંવત છે, આવી પરિસ્થિતિમાં સિનેમાગૃહો ખોલવા તેના માલિકો માટે પણ આર્થિક નુકસાની સમાન સાબિત થઈ શકે છે.