ETV Bharat / city

જૂનાગઢ મેડિકલ કૉલેજના તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું

જૂનાગઢ મેડિકલ કૉલેજના રેસિડન્ટ તબીબોમાં કેટલીક બાબતોને લઈને નારાજગી જોવા મળી રહી છે. આ ડૉક્ટર્સને મળતી સુવિધાઓ અને ફરજ પર કેટલીક અનિયમિતતા જોવા મળી રહી છે. જેથી કોરોનાના કપરા સમયમાં આ કોરોના વોરિયર્સે વિરોધ પ્રદર્શન કર્યું છે.

ETV BHARAT
જૂનાગઢ મેડિકલ કૉલેજના તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું
author img

By

Published : Jul 20, 2020, 3:16 PM IST

જૂનાગઢઃ મેડિકલ કૉલેજના નિવાસી તબીબોએ સોમવારે પોતાના પડતર પ્રશ્નો અને ફરજ દરમિયાન કેટલીક નીતિઓના વિરોધમાં નારાજગી વ્યક્ત કરી હતી. વૈશ્વિક મહામારીના સમયમાં ડૉક્ટર્સ કોરોના વોરિયર્સ તરીકે કામ કરીને આવા સંકટના સમયમાં પણ પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા તેમની કોઇ તકેદારી કે સાવચેતી રાખવામાં નથી. જેથી આ તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જૂનાગઢ મેડિકલ કૉલેજના તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું

હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે આ કપરા સમયમાં કામ કરનારા 4 કરતાં વધુ તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેથી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર્સની અછત પણ સર્જાય છે. આવા સંકટના સમયમાં હોસ્પિટલ તરફથી તબીબોની કોઈ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી. આ ઉપરાંત 12 કલાકની ફરજ દરમિયાન તબીબોને જે ખોરાક પૂરો પાડવામાં આવે છે, તેની ગુણવત્તા પણ હલકી કક્ષાનું હોવાનું નિવાસી તબીબો જણાવી રહ્યા છે. જેને કારણે 100 કરતાં વધુ નિવાસી તબીબોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

એક તરફ સરકાર અને આરોગ્ય વિભાગ કોવિડ આઈસોલેશન વોર્ડમાં કામ કરી રહેલા તબીબોને મળતી સુવિધાઓને લઈને મસ મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ તબીબો તેને પડતી અનેક હાડમારી અને મુશ્કેલી મીડિયા સમક્ષ રાખીને સરકારના દાવાનો છેદ ઉડાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.