ETV Bharat / city

દેવતણખી ધામમાં અષાઢી બીજની કરવામાં આવી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી, અને શું છે આ ધામનો ઈતિહાસ? - Hindu Religious Texts

જુનાગઢ નજીક મજેવડી ગામમાં(Majewadi Village near Junagadh) આવેલા દેવતણખી ધામમાં આજે અષાઢી બીજની ઉજવણી(Celebrated Ashadhi Beej) કરવામાં આવી રહી છે. અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક પૂજા અને દર્શનનું ખૂબ વિશેષ મહત્વ તે જાણએ આ અહેવાલમાં.

દેવતણખી ધામમાં અષાઢી બીજની કરવામાં આવી ધાર્મિક આસ્થા સાથે ઉજવણી, અને શું છે આ ધામનો ઈતિહાસ?

author img

By

Published : Jul 1, 2022, 4:06 PM IST

જુનાગઢ: શહેરની નજીક મજેવડી ગામમાં(Majewadi village near Junagadh) આવેલા દેવતણખી ધામમાં આજે અષાઢી બીજની(Devtankhi Dham Junagadh) ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી(Celebrated Ashadhi Beej) કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હોવાની વાયકાને લઈને અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક આસ્થા અને પૂજન સાથે અષાઢી બીજની ઉજવણી થઈ રહી છે.

દેવતણખી ધામમાં ઉજવાય અષાઢી બીજ

આ પણ વાંચો: Chardham Yatra 2022: બ્રહ્મ મુહૂર્તમાં બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ધામ 'જય બદ્રી વિશાલ' નાદથી ગુંજી ઉઠ્યું

દેવતણખી ધામમાં ઉજવાય અષાઢી બીજ - જુનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને ખાસ કરીને લુહાર સમાજના વ્યક્તિઓ(Individuals of the blacksmith society) દેવતણખી બાપાના દર્શન એ આવે છે. તેમની જાગૃત સમાધિના દર્શન કરીને તેમની જાતને ધન્ય કરે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ આજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હતી. તેને લઈને પણ આજે અષાઢી બીજના પાવન દિવસે દેવતણખી ધામમાં દેવતણખી બાપાની સાથે તેમની પુત્રી લીરલ માતાજીની જાગૃત સમાધિના(Samadhi of Liral Mataji) દર્શન કરીને ભાવિ ભક્તો પોતાની જાતને ધન્ય કરે છે.

દેવતણખી બાપાની પરીક્ષા દેવાયત પંડિતે કરી - ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ દેવાયત પંડિતને દેવતણખી બાપાની પરીક્ષા કરી હોવાનું માનવામાં આવે છે. દેવાયત પંડીત પોતાના ગુરુની શોધમાં ગિરનાર તરફ આવી રહ્યા હતા, ત્યારે મજેવડી નજીક તેમના ગાડાની ધરી તૂટી ગઈ હતી. દેવાયત પંડિતે મજેવડીના લુહાર દેવતણખી બાપાને ત્યાં જઈને લોખંડની ધરી સાધી આપવાની વાત કરી હતી. લુહાર સમાજની ધાર્મિક પરંપરાને લઈને અગિયારસના દિવસે ભઠ્ઠી ચાલુ કરીને લોખંડને ગરમ કરવું ધાર્મિક આસ્થાની વિરુદ્ધમાં હતું. તેમ છતાં દેવાયત પંડિતે લોખંડની ધરીને સાંધી આપવાની જીદ કરતા તેમણે પોતે ભઠ્ઠીને પ્રગટાવી અને લોખંડ ગરમ કરી એરણ પર રાખતા હથોડાનો ઘા નહીં ઝીલી શકીને એરણ પાતાળમાં પહોંચી ગયું હતું.

દેવતણખી બાપા
દેવતણખી બાપા

દેવતણખી બાપા ના પરચા જોઈને દેવાયત પંડિત પણ થયા અવાચક - લોખંડનું એરણ પાતાળમાં પહોંચી જતા દેવાયત પંડિત પણ ખુબ અવાચક બની ગયા હતા, ત્યારબાદ દેવાયત પંડીતની લોખંડની ગરમ ધરીને દેવતણખી બાપાએ તેમના પગ પર રાખીને તેના પર હથોડાના ઘા ઝીલી તેને સાંધી આપી હતી. દેવતણખી બાપાના પરચા જોઈને દેવાયત પંડિત પણ ખૂબ અવાચક અને દિગ્મૂઢ બની ગયા હતા. દેવતણખી બાપાના આ પરચાની આજે પણ હાજરા હજૂર સાક્ષી દેવતણખી ધામમાં આવેલી તેમની જીવંત સમાધિ આપી રહી છે.

તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ જાય છે તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ જાય છે

આ પણ વાંચો: Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો

આજના દિવસે દેવતણખી બાપા અને તેમની પુત્રી લીરલ માતાજી એ લીધી હતી સમાધિ - દેવતણખી બાપાના પરચા આજે પણ એટલા જ હાજરા હજૂર માનવામાં આવે છે. દેવતણખી બાપા પોતે આત્મજ્ઞાની હોવાને કારણે પણ તેની પૂજા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે તેઓ નશ્વર દેહને છોડીને જતા રહેશે. તેમના માટે દેવતણી ધામમાં સમાધિની તૈયારી કરવામાં આવે તેવી વાત તેમના ભક્તોને કરી હતી. આ વાત સાંભળીને તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ જાય છે. ધાર્મિક ગ્રંથોમાં(Hindu Religious Texts) કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલ માતાજીએ જીવતા જીવત સમાધિ લીધી હતી. અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક પૂજા અને દર્શનનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.