ETV Bharat / city

Decrease In Power Generation : અપૂરતી વીજળી મુદ્દે નારાજ ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ - વીજળી ઉત્યાદનમાં ઘટાડો

આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા નીચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વિરોધ (Farmers angry over inadequate power supply) કર્યો હતો. પ્રતિ દિવસ આઠ કલાક ખેતીલાયક વીજળીનો પુરવઠો સતત મળે તેવી સરકારની વાત છતાં કેટલાય સમયથી ખેતીલાયક વીજળીમાં ખૂબ મોટો ઘટાડો (Decrease In Power Generation )થયો છે જેને લઇ વિરોધ કરાયો છે.

Decrease In Power Generation : અપૂરતી વીજળી મુદ્દે નારાજ ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ

author img

By

Published : Mar 25, 2022, 2:52 PM IST

જૂનાગઢ- ખેતીલાયક વીજપુરવઠો આઠ કલાક આપવાને લઈને આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા નીચે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વિરોધ (Farmers angry over inadequate power supply) કર્યો હતો. જૂનાગઢમાં ખેડૂતો માની રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જે આશ્વાસન ખેડૂતોને આપવામાં આવ્યું છે પ્રતિ દિવસે આઠ કલાક ખેતીલાયક વીજળીનો પુરવઠો સતત જળવાઇ રહે. પરંતુ પાછલા કેટલાય સમયથી ખેતીલાયક વીજળીમાં ખૂબ મોટો ઘટાડો (Decrease In Power Generation )થયો છે.

પ્રતિ દિવસ આઠ કલાક વીજળી મુદ્દે સરકારને સાણસામાં લેતાં ખેડૂત

તાળાબંધી પણ કરશે - જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારો અને સમગ્ર જિલ્લામાં ખેતીલાયક વીજ પુરવઠો પૂરું પાડવામાં રાજ્યનો ઊર્જા વિભાગ નિષ્ફળ ગયો છે. તાકીદે વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવે તેવી માગ સાથે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી (PGVCL office in Junagadh ) પર જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી દિવસોમાં રાજ્ય સરકારની જાહેરાત મુજબ આઠ કલાક વીજળી આપવામાં નહીં આવે તો જગતનો તાત ભારતીય કિસાન સંઘના નેજા નીચે પીજીવીસીએલ કચેરીએ ઘેરાવ કરીને કચેરીને તાળાબંધી પણ કરશે તેવી ચીમકી (Farmers Protest in Junagadh )ઉચ્ચારી છે.

આ પણ વાંચોઃ અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

વીજ ઉત્પાદનમાં 1000 મેગાવોટ કરતાં પણ વધુ નુકસાન થયાંનો અધિક્ષક ઈજનેરનો સ્વીકાર - જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એ. એમ. પાઘડારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યમાં પાછલા દિવસો દરમ્યાન 1000 મેગાવોટ કરતાં પણ વધુ વીજ ઉત્પાદનની ઘટ જોવા મળી રહી છે. જેને કારણે લોડ સેટિંગ જેવી સમસ્યાઓ આવી રહી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ખેતીલાયક વીજ પૂરવઠો પૂરો પાડવામાં મુશ્કેલી આવી રહી છે. ખેડૂતોની સમસ્યાથી વીજ વિભાગ ચિતિંત છે. પરંતુ જે પ્રકારે વીજ ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોડ સેટિંગની સમસ્યા આવી રહી છે. ત્યારે ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપી શકાતો નથી (Decrease In Power Generation )તેમ તેમણે સ્વીકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ Farmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી

સોલાર અને પવન ઊર્જામાંથી મેળવાતી વીજળીનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટયું - અધિક્ષક ઈજનેર પાઘડારે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિદિન પવન ઊર્જા દ્વારા 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે તેની સામે પાછલા દિવસો દરમિયાન સરેરાશ 200 મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન પવન ઊર્જા દ્વારા થયું છે. તો બીજી તરફ સોલાર ઊર્જા દ્વારા પણ વીજ વિભાગ વીજ પુરવઠો પૂર્વવત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સોલર ઊર્જા આધારિત વીજ પુરવઠામાં પણ 50 ટકા કરતાં વધુની ઘટ જોવા મળી રહી છે. સૂર્ય અને પવન ઊર્જા મારફતે વીજળીનું ઉત્પાદન ખૂબ ઘટી (Decrease In Power Generation )રહ્યું છે જે ચિંતાનો વિષય છે અને સાથે સાથે ખેડૂતોને વીજ પુરવઠો આપવો તે પણ વીજ વિભાગ માટે ખૂબ મુશ્કેલીભર્યો સમય છે.

છેવટનું આશ્વાસન - આવી પરિસ્થિતિમાં જ્યાં સુધી વીજ ઉત્પાદન પૂર્વવત ન થાય ત્યાં સુધી ખેતીલાયક વીજળીનો પુરવઠો પ્રત્યેક ખેડૂતને આપવો વર્તમાન સમયમાં ખૂબ મુશ્કેલ છે. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને સમગ્ર મામલામાં (Decrease In Power Generation )કોઇ ચોક્કસ નિરાકરણ માટે ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળે એવું આગામી દિવસોમાં આયોજન કરવામાં જઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.