ETV Bharat / city

કોરોના અસર: ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતાં જૂનાગઢના સ્ટેશનરીના વેપારીઓ સંકટમાં - સ્ટેશનરી

કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં 23 માર્ચથી પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય હજુ શરૂ થઇ શક્યું નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થાઓ શરૂ કરી છે. જેની હવે માઠી અસરો સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા લોકો પર જોવા મળી રહી છે.

Etv Bharat
ETv bharat
author img

By

Published : Sep 24, 2020, 10:20 AM IST

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં 23 માર્ચથી પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ કાર્ય હજુ શરૂ થઇ શક્યું નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થાઓ શરૂ કરી છે. જેની હવે માઠી અસરો સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા લોકો પર જોવા મળી રહી છે. છેલ્લા 6 મહિનાથી સ્ટેશનરીના વહેચાણમાં 90 ટકા જેટલો મસ મોટો ઘટાડો જોવા મળતાં સ્ટેશનરીનું વેચાણ કરતાં વેપારીઓ આજે સંકટમાં જોવા મળી રહ્યા છે.

ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતાં જૂનાગઢના સ્ટેશનરીના વેપારીઓ સંકટમાં
કોરોના સંક્રમણની માઠી અસરો હવે ધીરે ધીરે બજારમાં ઉજાગર થતી જોવા મળી રહી છે. છેલ્લા માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં તમામ ગતિવિધિઓ સદંતર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગત માર્ચ મહિનાથી રાજ્યના પ્રાથમિકથી લઈને કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ બંધ રાખવામાં આવ્યું છે. જે આજદિન સુધી શરૂ થવા પામ્યું નથી. રાજ્યના શિક્ષણ વિભાગે આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવી આવકારદાયક વ્યવસ્થા ઊભી કરી હતી. પરંતુ તેની માઠી અસર હવે સ્ટેશનરીના વેપાર સાથે સંકળાયેલા લોકો પર જોવા મળી રહી છે.જૂનાગઢમાં અંદાજીત 100 જેટલી સ્ટેશનરીનું વેચાણ કરતી દુકાનો જોવા મળે છે. જે પૈકી 10 ટકાની આસપાસ દુકાનો ચાલુ જોવા મળે છે. બાકીની દૂકાનો ગ્રાહકનો અભાવ અને સદંતર ઠપ થયેલા વેચાણને કારણે આજે બંધ જોવા મળે છે. સ્ટેશનરીનો વ્યવસાય દર વર્ષે આગોતરા આયોજન સાથે કરવામાં આવતો હોય છે. ત્યારે 2020નું આયોજન વર્ષ 2019માં કરવામાં આવતું હોય છે. સ્ટેશનરીના વેપારીઓ દ્વારા અગાઉ પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાયપોથીઓ, નોટબુક, પેન્સિલ અને રબર સહિત સ્ટેશનરીની તમામ આઈટમો અગાઉથી મંગાવી રાખવામાં આવે છે. ત્યારે ગત માર્ચ મહિનામાં મોટાભાગની સ્ટેશનરીની આઈટમો જૂનાગઢ આવી પહોચી હતી. પરંતુ બરોબર આ જ સમયે લોકડાઉન જાહેર થતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો. ત્યારથી લઈને આજદિન સુધી સ્ટેશનરીનું વેચાણ બિલકુલ ઠપ જોવા મળી રહ્યું છે. જેને કારણે સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અત્યારે ખૂબ આર્થિક સંકડામણમાં જોવા મળી રહ્યા છે. લાખોનું રોકાણ કર્યા બાદ આજે વેચાણ બિલકુલ નહીંવત્ જોવા મળે છે. તેમજ આવતા વર્ષે નવી શિક્ષણ નીતિ મુજબ પાઠ્યપુસ્તકો પણ બદલાશે ત્યારે પડ્યા પર પાટું સમાન માર સ્ટેશનરીના વેપારીઓને વધુ સહન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ આવતા વર્ષે પણ થતું જોવા મળે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.