- જૂનાગઢ મનપાના અધિકારી અને ગેસ કંપનીઓના અધિકારીઓ વચ્ચે યોજાઇ બેઠક
- આગામી દિવસોમાં જૂનાગઢના પ્રત્યેક ઘરમાં પાઇપલાઇન મારફતે રાંધણ દેશ પહોંચાડવાનું આયોજન
- સમગ્ર પરિયોજનાને લઈને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ગેસ કંપનીએ કરી વિમર્શ બેઠક
જૂનાગઢઃ આગામી દિવસોમાં જૂનાગઢ મનપા વિસ્તારમાં પાઇપલાઇન મારફતે પ્રત્યેક ઘરમાં રાંધણગેસ પહોંચાડવાની યોજના અમલમાં આવી રહી છે. હાલ પ્રારંભિક તબક્કે જૂનાગઢ શહેરમાં પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડવાની યોજના બની રહી છે, જેને લઇને વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ મનપાના અધિકારી અને ટોરેન્ટ ગેસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ
જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત રાંધણ ગેસ પાઇપલાઇન મારફતે દરેક ઘર સુધી પહોંચાડવાની પરિયોજના અમલમાં મુકવામાં આવી રહી છે, ત્યારે સમગ્ર યોજનાની રૂપરેખા તેમજ આ યોજના સમગ્ર કોર્પોરેશન વિસ્તારમાં કયા પ્રકારે વિસ્તરી શકે તેમજ તમામ તકેદારીઓને ધ્યાને રાખીને સમગ્ર યોજના જૂનાગઢ કોર્પોરેશનમાં અમલમાં કઈ રીતે મૂકી શકાય તેને લઈને એક મહત્વની બેઠકનો આયોજન કરવામાં આવ્યું હતુ.
સમગ્ર પરિયોજનાને લઈને મનપાના અધિકારીઓ અને ગેસ કંપનીના અધિકારીઓ વચ્ચે ગંભીરતાપૂર્વક હાથ ધરાઇ બેઠક
આ બેઠકમાં મનપાના અધિકારી અને પદાધિકારીઓની સાથે ટોરેન્ટ ગેસ કંપનીના અધિકારીઓએ પણ તમામ પાસાઓ પર ઝીણવટભર્યો વિચાર-વિમર્શ કરીને લોકોને પ્રાથમિક સુવિધાઓમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ ન પડે તેવી પરિસ્થિતિમાં ગેસની પાઈપ લાઈનનું કામ આગળ ચલાવવા માટે સહમતી સાધવામાં આવી હતી. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં હાલ કામ ચાલી રહ્યું છે, જે આગામી દિવસોમાં પૂરા થતા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના પ્રત્યેક ઘરમાં પાઈપ લાઈન મારફતે રાંધણગેસ પૂરો પાડવાની યોજના શરૂ થઈ શકે છે.