જૂનાગઢ આજે વિશ્વ કોકોનટ દિવસ નિમિત્તે (World Coconut Day 2022) કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસના લોકાર્પણ કરાયું છે, ત્યારે કલ્પવૃક્ષ સમાન નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ઓફિસને અપૂરતી માની રહ્યા છે. આ વિસ્તારમાં કલ્પવૃક્ષની ખેતી ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે, પરંતુ તેનો ઉપયોગ એકમાત્ર લીલા નાળિયેર તરીકે થાય છે. જેને કારણે ખેડૂતોને પૂરતું આર્થિક વળતર (coconut sales in Junagadh) મળતું નથી, ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક કક્ષાએ નારિયેળમાંથી બનતી વિવિધ ચીજ વસ્તુઓનો ગૃહઉદ્યોગ આપવામાં આવે અને સાથે સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરની ખરીદી અને વેચાણ માટે વિશેષ APMCનું નિર્માણ થાય તેવી માંગ કરી રહ્યા છે.
કલ્પવૃક્ષની ખેતીને વધુ જરૂરી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર જૂનાગઢ ખાતે ભારત સરકારના નાળિયેરી વિકાસ બોર્ડ અંતર્ગત ગુજરાત કક્ષાની નાળિયેરી વિકાસ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં કલ્પવૃક્ષ સમાન નાળિયેરની ખેતી થઈ રહી છે. નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માત્ર નાળિયેર વિકાસ બોર્ડની ઓફિસ બનાવવા પૂરતી સરકારની કામગીરીને અયોગ્ય માની રહ્યા છે. નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, નારિયેળ કલ્પવૃક્ષ સમાન છે. જેથી તેના તમામ ભાગોનો ઉપયોગ (Junagadh Farmers demanded APMC) થઈ શકે છે તેમ છે.
આ પણ વાંચો એક મિનિટ 25 સેકન્ડમાં હાથથી તોડ્યા 211 નારિયેળ, જૂઓ વીડિયો
લીલા નાળિયેરમાં આર્થિક વળતર સ્થાનિક કક્ષાએ અને ખાસ કરીને ગામડાઓમાં નારિયેળ અને તેની ખેતી સાથે સંકળાયેલા ગૃહઉદ્યોગ શરૂ કરવામાં આવે તો સાચા અર્થમાં કલ્પવૃક્ષને લોકોની જીવાદોરી સાથે જોડી શકાય. જે પ્રકારને દક્ષિણ ભારતમાં નાળિયેરની અનેક ચીજ વસ્તુઓ બને છે અને તેનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં નાળિયેરની ખેતી થાય છે, પરંતુ તેનો ઉપયોગ એકમાત્ર લીલા નાળિયેર તરીકે કરવામાં આવે છે. જેને કારણે ખેડૂતોને સારું આર્થિક વળતર (coconut water benefits) મળતું નથી તેથી ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે.
નાળિયેરને પણ મળે વૈશ્વિક માન અને સન્માન જે પ્રકારે દક્ષિણ ભારતમાં નાળિયેરના વિવિધ ઉપયોગો કરવામાં આવે છે. જેને કારણે સ્થાનિક ગૃહઉદ્યોગ નાળિયેરની ખેતી સાથે જોડાયેલો છે. જેને કારણે સ્થાનિક ખેડૂતો ખૂબ સારો આર્થિક વળતર મેળવી રહ્યા છે. તે પ્રમાણે સ્થાનિક કક્ષાએ નાળિયેરની વિવિધ બનાવટો ખાદ્યચીજો અને દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજોનું નિર્માણ સ્થાનિક ગામડાઓમાં ગૃહઉદ્યોગ તરીકે કરવામાં આવે તો નાળિયેરની ખેતી ખૂબ સમૃદ્ધિ આપે તેમ છે. અમેરિકા અને યુરોપમાં જોવા મળતી સફેદ માખીનો ઉપદ્રવ નાળિયેરના પાકમાં જોવા મળે છે. જેને કારણે ઉત્પાદનમાં 50 ટકા કરતાં વધારે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સફેદ માખીના ઉપદ્રવને કાબુમાં કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર કોઈ સકારાત્મક પગલાં ભરે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યાં છે.
વિશેષ માર્કેટિંગ યાર્ડ ઉભુ કરવાની ખેડૂતોની માંગ જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સમગ્ર ગુજરાતની સાપેક્ષમાં સૌથી બહોળા પ્રમાણમાં લીલા નાળિયેરની ખેતી થાય છે, પરંતુ આ નારિયેળ એકમાત્ર તોફા તરીકે ઉપયોગમાં લેવાય છે. જેને કારણે ખેડૂતોને કોઈ સારું આર્થિક વળતર મળતું નથી. ખેડૂતો પાસેથી નાળિયેર 10થી 15 રૂપિયામાં ખરીદવામાં આવે છે. તે નાળિયેર જથ્થાબંધ વેપારીઓને 25થી 30 રૂપિયામાં આપવામાં આવે છે અને ત્યાંથી છૂટક વેપારીઓ નાળિયેરની ખરીદી કરે છે જે ખુલ્લી બજારમાં 50થી લઈને 80 રૂપિયા પ્રતિ નાળિયેરના ભાવથી વહેંચવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો શું નારિયેળ પાણીમાં જીવલેણ તત્વો હોય છે ? તો તેને આ રીતે ચકાસી શકો છો
આર્થિક વળતર સારુ મળવાની શક્યતાઓ આ પરિસ્થિતિમાં કલ્પવૃક્ષની ખેતીનો આર્થિક લાભ છૂટક બજારના વેપારીઓને મળી રહ્યો છે, જેને ખેડૂતો ખૂબ જ અન્યાય સમાન માની રહ્યા છે. તેને કારણે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક કક્ષાએ એકમાત્ર નાળિયેરની ખરીદી અને વેચાણ થઇ શકે તેવું વિશેષ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની માંગ કરે છે. જેથી મોટા અને નાના વેપારીઓ સીધા ખેડૂતો પાસેથી નાળિયેરની ખરીદી કરી શકે જેના કારણે ખેડૂતોને આર્થિક વળતર સારુ મળવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. Coconut Development Board Office in Junagadh