જૂનાગઢ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢમાં ડોકટર સુભાષ એકેડમી (Cm at Doctor Subhash Academy) ખાતે આર્યુવેદિક હોસ્પિટલને લોકો માટે ખૂલ્લી મૂકી (Bhupendra Patel opens Ayurvedic hospital) હતી. સાથે સાથે તેમણે એકેડમીના વાર્ષિક ઉત્સવમાં પણ હાજરી આપી હતી અને પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણને લઈને ડોક્ટર સુભાષ એકેડેમી જે કામ કરી રહી છે તેની ભારોભાર પ્રશંસા કરીને સમાજમાં આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનુ શું મહત્વ હોઈ શકે તેને લઈને તેમના વિચારો ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓની વચ્ચે વ્યક્ત કર્યા હતા. શિક્ષણની જ્યોત જગાવનાર ડોક્ટર સુભાષ એકેડેમીના તમામ કર્તવ્યનિષ્ઠ કર્મચારી અધિકારી અને જેમના માર્ગદર્શક પેથલજી ચાવડા અને જવાહાર ગામડાની પણ ભારોભાર પ્રશંસા કરી હતી.
30 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત
શાળાનો વાર્ષિક ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો. પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી જૂનાગઢમાં ડોક્ટર સુભાષ એકેડેમી શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે, આ સંસ્થામાં દીકરીઓના શિક્ષણને લઈને વિશેષ ચિંતા કરવામાં આવી હતી અને પ્રત્યેક સમાજની દીકરી અશિક્ષિત ન રહે તેને ધ્યાને રાખીને વર્ષો પૂર્વે આ સંસ્થાનું સ્થાપન કેળવણીકાર અને સૌરાષ્ટ્રના અગ્રણી સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યુ હતુ. શિક્ષણની જ્યોત જગાવનાર ડોક્ટર સુભાષ એકેડેમીના તમામ કર્મચારી શિક્ષકો અધિકારીઓની સાથે જવાહર ચાવડાના પ્રયાસોને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બિરદાવ્યા હતા અને આ જ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ રાજ્ય સરકારનું કામ જે સમાજ સુધારા સાથે જોડાયેલું છે તેને ખૂબ જ હળવું કરી રહી છે તેવો પ્રતિભાવ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઔષધિતુલા
ડોક્ટર સુભાષ એકેડેમીના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં આવેલા મુખ્ય પ્રધાને નવનિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ (Ayurvedic hospital in Junagadh ) સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકી હતી, ત્યારે સુભાષ એકેડેમી દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની ઔષધિઓથી તુલા (CM patel Aushadhi Tula) કરી હતી અને તેમની તુલામાં ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ઔષધીઓને આયુર્વેદિક હોસ્પિટલમાં દાન આપવામાં આવી હતી, જે આવનારા દિવસોમાં આયુર્વેદિક હોસ્પિટલમાં તબીબી સારવાર કે સલાહ લેવા માટે આવનાર પ્રત્યેક દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. સમાજમાં શિક્ષણની સાથે હવે ડોક્ટર સુભાષ એકેડમીમાં આરોગ્યની જ્યોત પણ આજથી જળહળવાની શરૂઆત થઇ ચૂકી છે, જેનો લાભ આગામી દિવસોમાં સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને મળશે. જેના થકી સ્વસ્થ ભારતના સુત્રને સાકાર કરવા માટે એક ડગલું આગળ વધવાની પ્રેરણા આજે જૂનાગઢમાં આવેલી ડોક્ટર સુભાષ એકેડેમી દ્વારા પૂરી પાડવામાં આવી હતી..
આ પણ વાંચો: Junagadh Lion Attack: જૂનાગઢના આજક ગામમાં અચાનક ઘુસ્યા સિંહો
આ પણ વાંચો: Children Vaccination Junagadh: આજથી રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ