- શહેર કોંગ્રેસની પૂર્ણ કક્ષાની બેઠકનું કરાયું આયોજન
- શહેર સમિતિની પુનઃ રચના બાદ પ્રથમ વખત પૂર્ણ કક્ષાની બેઠક યોજાઇ
- સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી બેઠક શહેર કોંગ્રેસની બેઠક પૂર્ણ આગામી રણનીતિને લઈને કરાય ચર્ચા
જૂનાગઢઃ શહેર કોંગ્રેસ સમિતિનું ગઠન થયા બાદ આજે સોમવારે પ્રથમ વખત પૂર્ણ કદની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે કરવામા આવી હતી. જેમાં જૂનાગઢ શહેરના પ્રભારી દિનેશ ચોવટીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત ઠુંમર, જૂનાગઢના એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજુલા પરસાણા સહિત તમામ કોંગ્રેસી કાર્યકરોએ હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષ તરીકે જૂનાગઢ મહાનગરમાં લોકોની સમસ્યાઓને કઈ રીતે ઉજાગર કરી શકે તેને લઈને ગહન ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-04-cong-vis-01-av-7200745_21122020171412_2112f_02072_299.jpg)
ભાજપના પાયાના કાર્યકર મનુ ડાભી કોંગ્રેસમાં જોડાયા
વોર્ડ નંબર 4-માં ગત કેટલાય વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરી રહેલા સક્રિય કાર્યકર મનુ ડાભી આજે સોમવારે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. જેને જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, શહેર પ્રભારી દિનેશ ચોવટીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત ઠુંમરે આવકાર્યા હતા.