- જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં છપ્પનભોગનું કરાયું આયોજન
- મોટી સંખ્યામાં હરિભક્તોએ કર્યા ભગવાન સ્વામિનારાયણના દર્શન
- 7 મહિના બાદ મંદિર સંપૂર્ણ ખોલતા હરિભક્તોનું ઘોડાપુર
જૂનાગઢઃ દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં રવિવારે છપ્પનભોગનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ છપ્પનભોગની સાથે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. કોરોના સંક્રમણના કારણે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બંધ જોવા મળતું હતું. ત્યારે દિવાળીના દિવસે મંદિર સંપૂર્ણપણે ખોલવામાં આવતા મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા.
મંદિરમાં પ્રવેશ માટે સેનેટાઈઝ થવું ફરજિયાત
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મંદિરમાં પ્રવેશ કરવા માટે દ્વાર પર સેનિટાઇઝર ટનલ બેસાડવામાં આવી છે. આ ટનલમાંં દરેક હરિભક્તોએ ફરજિયાત 6 સેકન્ડ સુધીનો વિશ્રામ કરીને ત્યાંથી પસાર થઈ મંદિર પરિસરમાં આવી શકે છે.