જૂનાગઢઃ ગત શનિવારના દિવસે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં એક મહિલાનું કારની (CCTV Footage Junagadh) અડફેટે મોત થતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક મહિલા સુખનાથ ચોક વિસ્તારના હનુમાન ગલીમાં રહેતી હોવાની વિગતો બહાર આવી હતી. મૃતકના ભાઈ રફીક ચૌહાણે એવી ફરિયાદ કરી છે કે, બહેનનો અકસ્માત નહીં પણ હત્યાના ઈરાદે ઘટનાને (Junagadh police IPC 302) અંજામ આપવામાં આવ્યો છે .તેવી ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલો તપાસ પર લીધો હતો. બુધવારે આ કેસમાં આકસ્માતનો બનાવ સનસનાટી પૂર્ણ હત્યામાં પરિવર્તિત થયો હતો. જેને લઈને હવે પોલીસે કાયદેસરના પગલાં લીધા છે.
કેસ ઉકેલાયોઃ આ કેસમાં હત્યાનો આરોપી આદિલખાન પઠાણ મહિલાને કાર વડે કચડીને ઉના મુકામે નાસી છૂટ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે જૂનાગઢ પોલીસ ઉના શહેરમાં આવેલી પટેલ ગેસ્ટ હાઉસ પાછળના ભાગેથી આરોપી આદિલ પઠાણની અટકાયત કરીને આકરી પૂછપરછ કરવા લઈ ગઈ હતી. તેમણે આ હત્યા નીપજાવી હોવાની કબુલાત આપી છે. આદિલખાન પઠાણને કોઈ આડા સંબંધ હોવાની જાણ મૃતક હસીના બેનને થઈ જતા સમાજમાં આબરુ જવાની ડરે આદિલખાન પઠાણે મહિલાને પતાવી દેવા માટે કારસો રચી નાંખ્યો. વૃદ્ધ હસીના બેનને કારની ઠોકરે કચડીને તેનું મોત નિપજાવ્યું હતું.
મહિલાનું મોતઃ મહિલાનું કાર હડફેટે મોત નીપજ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે. સમગ્ર ઘટનામાં હવે સનસનીખેજ ખુલાસાઓ થઈ રહ્યા છે. જે પ્રકારે કારચાલકે ઇરાદાપૂર્વક મહિલાને કાર મારફતે કચડી લઈને તેને મોતને ઘાટ ઉતારી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતું. મૃતક મહિલાના ભાઈ રફીક ચૌહાણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલામાં સીસીટીવી તપાસતા આ અકસ્માત નહીં મહિલાની હત્યા કરવા માટે આ પ્રકારનું પ્લાનિંગ કરી રાખ્યું હોય એવું સામે આવે છે.
કાંટો કાઢવા કાવતરૂઃ આ કેસમાં કારચાલક આરોપી મૃતક મહિલા તેને પારિવારિક સંબંધોમાં નડતર રૂપ હોવાથી મહિલાનો કાંટો કાઢી નાખવામાં કાર ચાલકે સાજીસ રચીને મહિલાને નીચે કચડી નાખીને મોતને ઘાટ ઉતારી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માતનો ગુનો લાગતો હતો. પરંતુ મૃતક મહિલાના ભાઈ અકસ્માત નહીં પરંતુ તેમની બહેનની હત્યા કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાવતા આ મામલામાં ખુલાસો થયો છે.