- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
- લોહીની અછત ન સર્જાય તે માટે રક્તદાન કેમ્પ યોજાયો
- આપના કાર્યકરોએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો
- આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નિભાવી સામાજિક જવાબદારી
જૂનાગઢઃ કોરોના કાળમાં જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ શહેરના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રક્તદાન કેમ્પમાં ભાગ લઈને કોરોના સંક્રમણ જેવી વૈશ્વિક મહામારીના સમયમાં કોઈ પણ વ્યક્તિને લોહીની અછત ન સર્જાય તેવા ઉમદા આશય સાથેનો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં એકત્ર થયેલું લોહી કોરોના સંક્રમણની સારવાર માટે મોકલવાનો નિર્ણય પણ આમ આદમી પાર્ટીએ કર્યો છે.
આ પણ વાંચોઃ મોરબીમાં જિલ્લા શિક્ષણ વિભાગ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
રક્તદાન એ મહાદાન તરીકે પણ માનવામાં આવે છે
સમગ્ર જગતમાં રક્તદાનને સૌથી ઉત્તમ દાન માનવામાં આવે છે એટલા માટે કે લોહીનું કોઈપણ જગ્યાએ માનવ શરીરને બાદ કરતાં ક્યાંય નિર્માણ થઈ શકતું નથી. આવી પરિસ્થિતિમાં રક્તદાન થકી જ લોહીની અછતને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોરોના સંક્રમણ જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પણ લોહીની કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી જૂનાગઢ દ્વારા લોહીની અછત અને કમી ન સર્જાય તેમજ સિવિલ હોસ્પિટલ કે અન્ય જગ્યા પર કોરોના સિવાયની સારવાર લેતા દર્દીઓને લોહી મેળવવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેને ધ્યાનમાં રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ડીસામાં રક્તદાન કેમ્પ યોજાયો, રક્તદાતાઓને વૃક્ષ આપી સન્માનિત કરાયા