જૂનાગઢઃ મનપાના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર હિતેશ ઉદાણી સોમવારે મનપા કમિશ્નર ઓફિસ સામે હડતાળ પર ઉતરી ગયા છે. ગત ઘણા સમયથી વોર્ડ નંબર 10માં સફાઈ, ગટર અને પીવાના પાણીને લઈને આ વિસ્તારના લોકો અને કોર્પોરેટર ઉદાણી દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ મનપાના બેરા કાને રજૂઆતો નહીં સંભળાતા સોમવારથી કોર્પોરેટર મનપા કચેરીમાં હડતાળ પર ઉતર્યા હતા.
ગત ઘણા સમયથી જૂનાગઢના વોર્ડ 10માં ગટર સફાઈ અને પીવાના પાણીને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, તેમાં છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સોમવારે સ્થાનિક લોકોની સાથે કોર્પોરેટર પણ હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈને જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.