ETV Bharat / city

India Book of World Records માં ગિરનારના સંત બિડલાદાસ બાપુ, યોગાસન માટે બે સન્માનપત્રો મેળવ્યાં

ભવનાથમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં રહીને સાધના અને આરાધના કરતાં 60 વર્ષના બિડલાદાસ બાપુને India Book of World Records માં સ્થાન મળ્યું છે. 7માં યોગ દિવસે બિડલાદાસ બાપુએ શીર્ષાસન અને પદ્માસનમાં સૌથી લાંબો સમય બેસીને બંને રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બૂકના અધિકારીઓએ જૂનાગઢ આવીને તેમને બંને રેકોર્ડથી સન્માનિત કર્યા હતાં.

India Book of World Records માં ગિરનારના સંત બિડલાદાસ બાપુ, યોગાસન માટે બે સન્માનપત્રો મેળવ્યાં
India Book of World Records માં ગિરનારના સંત બિડલાદાસ બાપુ, યોગાસન માટે બે સન્માનપત્રો મેળવ્યાં
author img

By

Published : Jul 10, 2021, 5:10 PM IST

  • જૂનાગઢમાં ધર્મની આરાધના અને યોગની સાધના કરતાં સંતની India Book of World Records માં લીધી નોંધ
  • સાતમા યોગ દિવસે સૌથી લાંબો સમય પદ્માસન અને શીર્ષાસનમાં રહેવા માટે સન્માનિત કરાયાં
  • ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ પદ્માસન અને શીર્ષાસન માટે બિડલાદાસ બાપુને એવોર્ડથી નવાજ્યાં

જૂનાગઢઃ મૂળ પંજાબના અને પાછલા કેટલાય વર્ષોથી ભવનાથમાં આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં ધર્મની આરાધના અને યોગની સાધના બિડલાદાસ બાપુ વર્ષોથી કરી રહ્યાં છે. ધર્મની સાથે યોગને મહત્ત્વ આપતા બિડલાદાસ બાપુએ સાતમા યોગ દિવસે બે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. જેની નોંધ India Book of World Records દ્વારા પણ લેવામાં આવી છે. આજે ભવનાથના સાધુ સંતો મહંતો અને લોકોની હાજરીમાં બિડલા દાસ બાપુને ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ સન્માનિત કર્યાં હતાં.

7માં યોગ દિવસે બિડલાદાસ બાપુએ શીર્ષાસન અને પદ્માસનમાં સૌથી લાંબો સમય બેસીને બંને રેકોર્ડ પોતાના નામે કર્યા

સૌથી લાંબો સમય શીર્ષાસન અને પદ્માસનમાં રહેવા માટે કરાયા સન્માનિત
બિડલાદાસ બાપુ યોગમાં પણ પારંગત બની ગયા છે. તેઓ 2021ના સાતમા યોગ દિવસે શીર્ષાસનમાં સતત એક કલાક સુધી રહ્યાં હતાં જેની નોંધ ઇન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે લીધી છે. અત્યાર સુધી શીર્ષાસનમાં એક કલાક જેટલો સમય સતત અગાઉ કોઈ પણ સાધકે પસાર કર્યો નથી જેને લઇને તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં બિડલાદાસ બાપુએ પદ્માસનમાં પણ 2 કલાક અને ૪૫ મિનિટ સુધી સતત બેઠાં હતાં જેની નોંધ પણ India Book of World Records લીધી છે અને તેના માટે પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બાપુને યોગાસન માટે મળ્યા બે સન્માનપત્રો

યોગ જીવનનો ભાગ બનવો જોઇએ

બિડલાદાસ બાપુએ કહ્યું હતું કે યોગ પ્રત્યેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ બનવો જોઈએ. યોગથી તમામ પ્રકારની સાધના અને માનસિક સ્થિરતા પણ મેળવી શકાય છે. 60 વર્ષની ઉંમર બાદ એક કલાક સુધી શીર્ષાસન કરવું તે પણ ખૂબ જ અઘરું માનવામાં આવે છે ત્યારે બિડલાદાસ બાપુની આ બંને ઉપલબ્ધિઓને કારણે એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ ગિરનાર રોપ-વે ઉડનખટોલા પર ઉમટ્યું માનવ મહેરામણ, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું નિમંત્રણ

આ પણ વાંચોઃ યોગાસનને મળ્યું સ્પોર્ટ્સમાં સ્થાન, રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં મહેસાણાની પૂજા પટેલે મેળવ્યો પ્રથમ નંબર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.