જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં પાછલા કેટલાક વર્ષોથી અલખને ઓટલે ધર્મની ધૂણી ધખાવીને સતત તપસ્ચર્યામાં લીન કાશ્મીરી બાપુ (Bhikhudan Gadhvi Paid tribute to Kashmiri Bapu આજે બ્રહ્મલીન થયા છે. કાશ્મીરી બાપુનાં અવસાનના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર ગિરનાર મંડળમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે.
આ પણ વાંચો: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અંતિમ પડાવે પદયાત્રીઓ ભવનાથ તરફ આવવા રવાના
સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ કાશ્મીરી બાપુને પાઠવી શ્રદ્ધાંજલિ
કાશ્મીરી બાપુને ગિરનાર પર સૌથી વયોવૃદ્ધ સંત માનવામાં આવતા હતા. વર્ષોથી તેઓ ગીરના જંગલોની વચ્ચે રહીને અલખને ઓટલે ધૂણી ધખાવીને ધર્મની આરાધના અને તપશ્ચર્યામાં સતત ગળાડૂબ રહ્યા હતા. 95 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને આજે રવિવારે કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ બ્રહ્મલીન કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પણ વાંચો: જૂનાગઢ ગીરનારનો રૉપ-વે કેવો છે? કેટલા લોકો પ્રવાસ કરી શકશે? જુઓ વિશેષ અહેવાલ
કાશ્મીરી બાપુના સેવકવર્ગમાં ઘેરો શોક
પાછલા કેટલાક સમયથી કાશ્મીરી બાપુની તબિયત અચાનક નાદુરસ્ત બનતા તેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. થોડા દિવસ પૂર્વે તેમને હોસ્પિટલમાંથી રજા આપીને ફરીથી તેમના આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં આજે સવારે કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હતા. રાજ નેતાઓથી લઈને રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં કામ કરતા ઉચ્ચ અધિકારીઓ પણ કાશ્મીરી બાપુના સેવક તરીકે જાણીતા છે. કાશ્મીરી બાપુની તપસ્યા અને ધર્મ પ્રત્યેની આરાધનાને કારણે તેનો મોટો સેવકવર્ગ આજે તેમના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળીને ઘેરા શોકમાં ડૂબી ગયો છે.