જૂનાગઢઃ સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને જૂનાગઢના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. છેલ્લા દસ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાછલા દસ દિવસમાં ડીઝલ અને પેટ્રોલમાં સરેરાશ 10 રૂપિયા જેટલો પ્રતિ લિટરે વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળતો હતો. જેનો આજે ગુરુવારે જૂનાગઢમાં વિરોધ પણ જોવા મળ્યો છે.
સાટાપેટું આયું! પેટ્રોલ-ડીઝલની ચૂકવણીમાં આવું કરી જૂનાગઢના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ - ખેડૂત
પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવોનો અનોખો વિરોધ જૂનાગઢમાં જોવા મળ્યો હતો. ડીઝલ અને પેટ્રોલમાં સતત વધી રહેલા ભાવોનો જૂનાગઢના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. ડીઝલ ભરાવીને ઘઉં તેમ જ પેટ્રોલ ભરાવીને તેના બદલામાં જુવાર આપીને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આપને યાદ કરાવીએ કે જૂના જમાનામાં આ પ્રકારના ચૂકવણાં બાર્ટર સીસ્ટમ તરીકે જાણીતાં હતાં.
સાટાપેટું આયું! પેટ્રોલ-ડીઝલની ચૂકવણીમાં આવું કરી જૂનાગઢના ખેડૂતોએ કર્યો અનોખો વિરોધ