ETV Bharat / city

જૂનાગઢ પોલીસે કરફ્યૂની અમલવારીને લઈને લોકો અને વેપારીઓને કર્યા સજાગ - જૂનાગઢ કોરોના

સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને લઈને હવે પોલીસ મેદાનમાં આવતી જોવા મળી રહી છે. કરફ્યૂની અમલવારીને લઈને સામાન્ય લોકો અને વેપારીઓને કરફ્યૂ અંગે સજાગ કરી રહી છે અને કરફ્યૂ લાગુ થયા બાદ કોઈપણ વ્યક્તિ તેનો ભંગ કરશે તો તેવી તમામ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જાણ જૂનાગઢ પોલીસે વેપારી અને લોકોને આપી છે.

કરફ્યૂની અમલવારીને લઈને જૂનાગઢ પોલીસ બની સતર્ક

author img

By

Published : Apr 17, 2021, 3:55 PM IST

  • કરફ્યૂની અમલવારીને લઈને જૂનાગઢ પોલીસ બની સતર્ક
  • લોકો તેમજ વેપારીઓને કરફ્યૂ અંગે આપી માહિતી
  • કરફ્યૂનું પાલન કરવા કરાઈ તાકીદ, નહીં તો કાયદાની કાર્યવાહી થવાની કરી તાકીદ
  • જૂનાગઢ પોલીસે કરફ્યૂને લઈને લોકો અને વેપારીઓને આપ્યું માર્ગદર્શન

જૂનાગઢ: જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ પોલીસ હવે સતર્ક બનીને બહાર આવી છે. રાત્રીના આઠ કલાક બાદ કરફ્યૂનો કડક અમલ થવા જઇ રહ્યો છે ત્યારે હજુ પણ કેટલાક વેપારી અને લોકો કરફ્યૂનો નિયમ ભંગ ન કરે તેને ધ્યાને રાખીને તમામ વ્યક્તિઓ અને વેપારીઓને કરફ્યૂના ચુસ્ત પાલન કરવાની તાકીદ સમગ્ર જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ કરફ્યૂના નિયમનો ભંગ કરશે તો આવી તમામ વ્યક્તિઓ વિરુદ્ધ જૂનાગઢ પોલીસ આકરી કાર્યવાહી કરશે તેવી પણ પોલીસ દ્વારા સર્વે લોકોને વેપારીઓને તાકીદ કરાઈ છે.

લોકો તેમજ વેપારીઓને કરફ્યૂ અંગે આપી માહિતી

આ પણ વાંચો: નડિયાદ શહેરમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ

કોરોનાના સતત વધતા સંક્રમણની વચ્ચે પોલીસ બની સજાગ

કોરોનાનું સંક્રમણ સતત દિવસેને દિવસે વધી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં પણ શનિવારે 130 કરતાં વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને ધ્યાને રાખીને પોલીસ પણ હવે કરફ્યૂનો કડક અને ચુસ્ત અમલ થાય તે પ્રકારે જૂનાગઢના તમામ લોકોને માર્ગદર્શન પૂરું પાડી રહી છે. રાત્રીના આઠ કલાક બાદ કરફ્યૂનો અમલ શરૂ થાય છે. જે વહેલી સવાર સુધી અમલમાં રાખવામાં આવે છે, ત્યારે રાત્રીના 8થી સવારના 6 કલાક સુધી કોઈપણ વ્યક્તિ કરફ્યૂનો ભંગ ન કરે તેને લઈને લોકોને સજાગ અને સાવચેત રહેવા જૂનાગઢ પોલીસ આગ્રહ સાથે વિનંતી પણ કરી રહી છે.

આ પણ વાંચો: નાઈટ કર્ફયૂના આદેશથી દમણમાં રસ્તાઓ અને સમુદ્ર બીચ સૂમસાન

  • સંઘપ્રદેશ દમણમાં વધતા કોરોનાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા રાત્રિના 8થી સવાર 6 વાગ્યા સુધી રાત્રી કર્ફયુ મુકાવાની જાહેરાત કરી હતી. રાતના 8 વાગ્યાથી પોલીસની પેટ્રોલીંગ ગાડીઓ શહેરમાં ફરીને કર્ફયૂની કડક અમલવવારી કરાવી હતી. જેને લઈને દમણના રસ્તાઓ અને બીચ સુમસામ જોવા મળ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.