- ગિરનાર રોપ-વે નું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીનું ચિત્ર તૈયાર કરાયું
- મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું
- ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું
જૂનાગઢ: ગિરનાર રોપ-વે(Girnar rope-way)ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે તેની ઉજવણીના ભાગરૂપે આજે અનેક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું લોકાર્પણ કરતા હોય તેવું ચિત્ર રોપ-વે સાઈટ પર મૂકવામાં આવ્યું છે. જે અહીં આવતા પ્રત્યેક પ્રવાસીઓને લોકાર્પણની યાદ તાજી કરાવી રહ્યું છે. વર્ષ 2020 ની ૨૪મી ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન મોદી એ ગિરનાર રોપ-વે નું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું.
રોપ-વે નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાનનું ચિત્ર તૈયાર કરાયું
ગિરનાર રોપ-વે(Girnar rope-way)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં વડાપ્રધાન મોદી(PM Narendra Modi)નું ચિત્ર જૂનાગઢના સ્થાનિક ચિત્રકાર ઈરફાને તૈયાર કર્યું છે. ચિત્રકાર ઈરફાને ETV Bharat સાથેના ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, રોપ-વે નું સંચાલન કરતી કંપની દ્વારા વડાપ્રધાન મોદીની કાયમી યાદ રોપ-વે સાઈડ પર જળવાઇ રહે તે માટેનું ચિત્ર તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. બનાવેલ ચિત્રમાં નરેન્દ્ર મોદી રોપ-વે નું લોકાર્પણ કરી રહ્યા છે અને તેની પાછળની તરફ ગિરનાર પર્વતની સાથે સંપૂર્ણ રોપ-વે જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર
આ પણ વાંચો : IND VS PAK T20 World Cup 2021 Live: ભારતની ત્રીજી વિકેટ પડી, સ્કોર 39-3 પર પહોંચ્યો