- જૂનાગઢમાં સંભવિત લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર
- જૂનાગઢમાં સંભવિત લવ જેહાદના કિસ્સાને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ
- હિન્દુ સંગઠનો વિધર્મી યુવકના લગ્ન રોકાવવા માટે આવ્યા મેદાને
જૂનાગઢ: સંભવિત લવ જેહાદના કિસ્સાને લઈને હિન્દુ સંગઠનોએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપીને તાકીદે આ લગ્ન અટકાવવામાં આવે તેવી માંગ કરી છે. આ યુવતીને લઘુમતી યુવક જહાંગીર શાહ મદારના કબજામાંથી તેમના પિતરાઈ ભાઈઓને સોંપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. હિન્દુ યુવતીના માતા અને પિતાનું અવસાન થયા બાદ એક માત્ર સંતાન એવી આ યુવતીને લઘુમતી સમાજના યુવકે પ્રેમજાળમાં ફસાવીને તેણીની મિલકત પચાવી પાડવાના ઇરાદાથી લગ્નનું તરકટ રચી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
યુવક અને યુવતીએ લગ્ન રજીસ્ટર કરવા માટે આપ્યું છે આવેદનપત્ર
હિન્દુ યુવતી અને લઘુમતી યુવકે લગ્ન ગ્રંથીથી જોડાવવા માટે 8 ફેબ્રુઆરી 2021ના દિવસે લગ્ન રજીસ્ટર અરજી કરી છે. જેની 30 દિવસની મુદ્દત આગામી 10 માર્ચના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. તેની સામે 5 માર્ચે હિન્દુ યુવતીના પિતરાઈ વારસદારો દ્વારા યુવતીના લગ્ન અટકાવવા અને તેને પરત સોંપવાની અરજી પણ કરવામાં આવી છે. જો 10 માર્ચ પહેલાં યુવતીને તેમના પિતરાઈ વારસદાર પાસે પહોંચતી નહિ કરવામાં આવે તો 90 દિવસની અંદર લઘુમતી યુવક હિન્દુ યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જશે. જેની ચિંતા વ્યકત કરીને હિન્દુ સમાજ તેમજ યુવતીના સિંધી સમાજે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપીને લગ્ન રોકવા માટે રજૂઆત કરી છે.