ETV Bharat / city

વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો - વડોદરા દુષ્કર્મ કેસ

વડોદરા દુષ્કર્મકાંડનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાઈ ગયો છે, વડોદરા અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દુષ્કર્મનો આરોપી રાજુ ભટ્ટ કાળવા ચોક નજીક વિશાલ ટાવર પાસેથી ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન જૂનાગઢ એસ.ઓ.જી.એ તેને પકડી પાડીને વડોદરા પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી છે.

વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી ઝડપાયો

author img

By

Published : Sep 28, 2021, 7:14 PM IST

  • ચકચારી વડોદરા દુષ્કર્મ કાંડનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો
  • વડોદરા અને જુનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે પાર પડાયું ઓપરેશન રાજુ ભટ્ટ
  • રાજુ ભટ્ટને વડોદરા પોલીસને સોંપવાની હાથ ધરાઇ કામગીરી

    જૂનાગઢઃ ચકચારી વડોદરા દુષ્કર્મ કાંડનો આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ફરાર થઈ ગયેલા રાજુ ભટ્ટને પકડવા માટે પોલીસં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સઘન તપાસ હાથ ધરી હતી. કેટલાક રાજ્યોમાં રાજુ ભટ્ટના જવાની શક્યતાને લઈને ત્યાં પણ તપાસ અને પોલીસ ગતિવિધિ તેજ કરી દેવામાં આવી હતી. ત્યારે આજે સવારના સમયે દુષ્કર્મ કાંડનો મુખ્ય આરોપી રાજુ ભટ્ટ જૂનાગઢ નજીક ઝડપાયો હતો

    કાળવાચોકમાંથી રાજુ ભટ્ટને પકડતી જૂનાગઢ એલસીબી

    સવારના સમયે કાળવા ચોક નજીક આવેલા વિશાલ ટાવર પાસેથી દુષ્કર્મકાંડનો મુખ્ય આરોપી રાજુ ભટ્ટ ચાલતો જઈ રહ્યો હતો. જેની પૂર્વ બાતમીના આધારે જૂનાગઢ પોલીસે રાજુ ભટ્ટ પકડી વડોદરા પોલીસને હસ્તગત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
    રાજુ ભટ્ટ કાળવા ચોક નજીક વિશાલ ટાવર પાસેથી ચાલતા જઈ રહ્યો હતો

    પૂર્વ બાતમીના આધારે ઝડપાયો

થોડા દિવસો પૂર્વે વડોદરા શહેરમાં આવેલા હેલી ગ્રીન ફ્લેટમાં દુષ્કર્મકાંડ ઘટ્યો હતો. ત્યાર બાદ હરિયાણાની યુવતીની ફરિયાદને આધારે રાજુ ભટ્ટને પકડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ હતી. ત્યારે આજે મોબાઈલ લોકેશન અને અન્ય ઇન્ટેલિજન્સના માધ્યમથી રાજુ ભટ્ટને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે

આ પણ વાંચોઃ વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસ: 7 દિવસ બાદ પણ પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ

આ પણ વાંચોઃ વડોદરા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સેક્રેટરી અને તેમના મિત્ર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.