ETV Bharat / city

હજારો પોપટ-મેના સવારે આ પરિવારની ત્યાં નાસ્તો કરવા માટે બને છે મહેમાન - Unique Love for Parrots

કેશોદના એક પરિવારનો પોપટ પ્રત્યે અનોખો (Parrot Service in Keshod) પ્રેમ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પરિવારે પેઢી દર પેઢી હજારો પોપટોની અનોખી સેવા કરી રહ્યું છે. તેમના આંગણે હજારનો સંખ્યામાં (Unique Love for Parrots) વહેલી સવારે પોપટ મેના નાસ્તો કરવા માટે આવે છે. પરિવારે 10 વિધા જમીનની આવક પોપટની સેવા પાછળ ખર્ચે કરે છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે આ પરિવાર પોપટની સેવા કરી રહ્યો છે.

પરિવારનો પોપટ પ્રત્યે પ્રેમ : હજારોની સંખ્યામાં પોપટ- મેના સવારે આ પરિવારની ત્યાં નાસ્તો કરવા માટે બને છે મહેમાન

author img

By

Published : Jul 21, 2022, 10:32 AM IST

જૂનાગઢ : કેશોદમાં રહેતા હરશુખ ડોબરીયા અનોખી રીતે ચોમાસા (Parrot Service in Keshod) દરમિયાન ભારતીય પોપટની સેવા કરી રહ્યા છે. આ પ્રકારની સેવા તેઓએ વર્ષ 1998થી શરૂ કરી છે જે આજે ત્રીજી પેઢીમાં જોવા મળે છે. ચોમાસા દરમિયાન પોપટને ખોરાક મળી રહે તે પ્રકારની પક્ષી સેવા ડોબરીયા પરિવાર પેઢી દર પેઢી નિભાવશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. પોપટને ખોરાક આપવાની પક્ષી સેવામાં અત્યારે ત્રીજી પેઢી પણ જોડાય ચૂકી છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટને ખોરાકની અછત ન પડે તે (Unique Love for Parrots) માટે અનોખી રીતે પક્ષીનો સેવાયજ્ઞ ધમધમાવી રહ્યા છે.

હજારોની સંખ્યામાં પોપટ- મેના સવારે આ પરિવારની ત્યાં નાસ્તો કરવા માટે બને છે મહેમાન

અનોખો પોપટ પ્રેમી - જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતો ડોબરીયા પરિવાર અનોખી રીતે ચોમાસા દરમિયાન પોપટની સેવા કરી રહ્યા છે. ભારતીય પોપટ કલર અને દેખાવે એકદમ રૂપકડું પક્ષી જોવા મળે છે અને સમગ્ર ભારતમાં આ પક્ષી મુક્ત પણે જોવા મળે છે, ત્યારે વર્ષ 1998થી હરશુખ ડોબરીયા (Parrot Service in Gujarat) ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટને ખોરાક પૂરો પાડીને અનોખી રીતે પોતાનો પક્ષી પ્રેમ દર્શાવી રહ્યા છે જેમની પાછળ આજે તેમની ત્રીજી પેઢી પણ જોડાઈ ચૂકી છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન નિત્યક્રમે વહેલી સવારે ત્રણ વાગ્યાથી પોપટ ને ખોરાક પૂરો પાડવાનો આ મહાન સેવા યજ્ઞ શરૂ થાય છે જે સવારના 08:00 વાગ્યાની આસપાસ પોપટના ખોરાક ગ્રહણ કરવા સુધી ચાલે છે અને આ પરંપરા પાછલા કેટલાય વર્ષોથી સતત અને અવિરત જોવા મળે છે જેને કારણે હરશુખ ડોબરીયા પોપટ પ્રેમી તરીકે પણ સમગ્ર પંથકમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

હજારની સંખ્યામાં પોપટ ગ્રહણ કરે છે ખોરાક - ચોમાસાના ચાર મહિના પક્ષીઓ માટે ખોરાક શોધવો અને તેને ગ્રહણ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આ દરમિયાન નવા કૃષિ પાકોનું વાવેતર થયું હોય છે. જેને કારણે પણ ધાન્ય અને અન્ય ખોરાકની ખૂબ અછત જોવા મળે છે. જેને કારણે પક્ષીઓને ખૂબ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થવું પડે છે, ત્યારે વર્ષ 1998માં પોતાના ઘરે આવેલા બે પોપટને હરશુખ ડોબરીયા દ્વારા ખોરાક તરીકે બાજરી આપવાની શરૂઆત થઈ હતી અને આજે 25 વર્ષના સમય દરમિયાન હજારોની સંખ્યામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન પોપટ વહેલી સવારે હરસુખ ડોબરિયાના મહેમાન બને છે. સવારનું ભોજન તેમને ત્યાં કરીને દિવસની શરૂઆત કરે છે. આ પ્રકારની નિત્ય સેવા અને ભોજન ગ્રહણ કરવાનો ક્રમ ચાર મહિના સુધી દર વર્ષે જોવા મળે છે, જ્યારે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આ પોપટ પણ હરસુખ ડોબરીયાને ત્યાં આવવાનું ધીમે ધીમે બંધ કરી આપે છે. તેમજ ફરી પાછા નવા વર્ષે ચોમાસુ શરૂ થાય ત્યારે તેના નિત્યક્રમે વહેલી સવારે 5 થી 6:00 વાગ્યાના અરસામાં તેમના ઘરે દસ્તક આપે છે અને ખૂબ જ શાંતિથી ખોરાક ગ્રહણ કરે છે.

આ પણ વાંચો : Sanctuary Close for Tourist : જામનગરની ત્રણે સેન્ચુરીમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ જાણો કેમ?

10 વીઘા ખેતીની જમીનની આવક પોપટની સેવા માટે - ડોબરીયા પરિવારે દસ વીઘા (Parrot Service Animal) ખેતીની જમીન ધરાવે છે. તે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પેદાશો થકી થયેલી આવક પોપટના ખોરાક માટે અનામત રાખે છે. આ પ્રકારે પોપટ અને હરસુખભાઈ પ્રત્યેનો આત્મિતાભર્યો સંબંધ પાછલા 25 વર્ષથી સતત જોવા મળે છે. જેમાં આ વર્ષે ત્રીજી પેઢીનો પણ ઉમેરો થયો છે અને આ પ્રકારની પક્ષીની સેવા અને ખાસ કરીને તેમના ઘરે ચોમાસા દરમિયાન મહેમાન બનીને આવતા પોપટ અને મેનાને ખોરાક પૂરો પાડવાની વ્યવસ્થા ઘરના તમામ સભ્યો વહેલી સવારથી શરૂ કરે છે. ઘરના વડીલે શરૂ કરેલો આ પક્ષીનો સેવાયજ્ઞ ઘરના તમામ સદસ્યો ખૂબ જ હોંશભેર આવકારી રહ્યા છે. આવનારી તમામ પેઢીઓ આ પ્રકારની પક્ષી પ્રેમની જે પરંપરા જે હરસુખ ડોબરીયાએ આજથી 25 વર્ષ પૂર્વે શરૂ કરી હતી. તે આદિ અનાદિકાળ સુધી ચાલતી રહે તેવી પરિવારના સભ્યો પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

પરિવારનો પોપટ પ્રત્યે પ્રેમ
પરિવારનો પોપટ પ્રત્યે પ્રેમ

સમગ્ર પંથકમાં પોપટ પ્રેમી તરીકે જાણીતો પરિવાર - એક સાથે 10,000 કરતાં વધુ ભારતીય પોપટ અને મેનાની જોડી વહેલી સવારે હરસુખ ડોબરીયાને ત્યાં નાસ્તો કરવા માટે પહોંચી જાય છે. જેને કારણે હરશુખ ડોબરીયા સમગ્ર પંથકમાં પોપટ પ્રેમી હરસુખ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. વહેલી સવારે આ પરિવારને ત્યાં પોપટને નાસ્તો કરતા જોવા માટે લોકો પણ આવી રહ્યા છે. જેને લઈને પ્રકૃતિ પ્રેમી ભરત પટેલ જણાવ્યું કે, હરસુખ ડોબરીયાનો આવો પક્ષી પ્રેમ અને ખાસ કરીને ભારતીય પોપટ અને મેનાની જોડીને ખોરાક પૂરો પાડવો મનને શાંતિ આપનારો પ્રયાસ છે. આ પ્રકારની પક્ષી સેવા કરવી આજના સમયમાં ખૂબ મુશ્કેલી છે. તો બીજા તરફ પ્રકૃતિ પ્રેમી વજુ દેત્રોજાએ જણાવ્યું કે, એક સાથે 10,000 કરતાં વધુ પોપટ અને મેનાની જોડીને જોવી ખરેખર આહલાદક અનુભવ છે. આ પ્રકારે એક સાથે ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળવા પણ આજના સમયમાં અશક્ય છે. તેવા વાતાવરણની વચ્ચે આ પરિવાર ઘરે 10000 કરતાં વધુ પોપટ અને મેના મહેમાનગતિ માણે છે. તેને જોવાનો આનંદ ખૂબ જ આહલાદક છે.

આ પણ વાંચો : Flamingo Pink Celebration: મનમોહક ગુલાબી ફ્લેમિંગો પક્ષી જોવા છે? તો પહોંચી જજો અહીં

અકસ્માત બાદ હરસુખ ડોબરીયાને ત્યાં પોપટ આવ્યા મહેમાન બનીને - વર્ષ 1998માં હરશુખ ડોબરીયાનો અકસ્માત થયો હતો, ત્યારે તેમના મિત્રએ તેમને બાજરીના કેટલાક ડુંડાઓ આપ્યા હતા, ત્યારે અકસ્માત સંબંધ ઘરે રહેલા હરશુખ ડોબરીયાને બાજરીના ડુંડા તેની ગેલેરીમાં દોરી વડે બાંધીને (Parrot Service Center in Gujarat) રાખી મૂક્યા હતા. જેમાં પ્રથમ દિવસે એક પોપટ ખોરાક મેળવવાની ઈચ્છાએ ત્યાં આવ્યો અને આ પરંપરા 1998થી એક પોપટથી શરૂ થઈ જે આજે 10,000 કરતાં વધુ પોપટ સુધી વિસ્તરી ચૂકી છે. આ ઉપરાંત અશોકભાઈ પ્રતિદિન 10 કિલો જેટલા (Bird Service Center in Gujarat) બાજરીના ડુંડા અને મગફળીના દાણા પોપટને ખોરાક તરીકે આપી રહ્યાં છે. જે તેમની આખા વર્ષને 10 વીઘા ખેતીની આવક બરોબર માનવામાં આવે છે.

કોરોનામાં ઘરમાં બંધ રહેલા લોકો પક્ષીને કરે આઝાદ - કોરોના જેવા વિપરીત સમયમાં ઘરમાં બંધ કરી લોકોએ બંધનનું જીવન કેવું છે તેનો જાત અનુભવ કર્યો છે, ત્યારે હવે હરશુખ ડોબરીયાએ ઘરના પાંજરામાં પક્ષીઓને કેદ રાખીને જીવતા પ્રત્યેક લોકોને સંદેશો આપી રહ્યા છે. કોરોના જેવા કપરા કાળમાં પ્રત્યેક (Love for Birds) માનવજીવ બંધન અને આઝાદીના જીવન વિશે સ્પષ્ટ થયો હશે, ત્યારે તેઓ દરેક લોકોને સંદેશો આપી રહ્યા છે કે ઘરમાં રાખવામાં આવેલા પાંજરાના પ્રત્યેક પક્ષીને આઝાદ કરે તેના માટે તેઓ પહેલ કરવા પણ તૈયાર છે. અત્યાર સુધીમાં 27 જેટલા વ્યક્તિઓએ પોતાના ઘરમાં પાંજરામાં કેદ પક્ષીઓને હરશુખ ડોબરીયાને ત્યાં આવીને મુક્ત પણ કર્યા છે. જેનો આનંદ હરસુખ ડોબરીયા આજે લઈ રહ્યા છે. તેમજ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે, આગામી દિવસોમાં હજુ પણ અનેક લોકો પોતાના ઘરમાં રાખવામાં આવેલા પાંજરામાં કેદ કરેલા પક્ષીઓને મુક્ત ગગનમાં આઝાદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.