- સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ ધપતો જોવા મળ્યો
- જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહોને દેશના અન્ય રાજ્યોમાં મોકલાશે
- કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગઈકાલે રાજ્ય સરકારે કર્યો નિર્ણય
જૂનાગઢ : સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિંહોના આદાન પ્રદાન કાર્યક્રમને મંજૂરી આપતા ગઈ કાલે રાજ્યની કેબિનેટમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 40 જેટલા સિંહોને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાછલા એકાદ વર્ષથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહોને દેશના અન્ય ઝૂમાં મોકલવાની પ્રક્રિયા કોરોના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપતા ફરી એક વખત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહના આદાન પ્રદાન કાર્યક્રમ આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો : ટ્વીટર પર ટોપ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, ફોલોઅર્સની સંખ્યા 70 મિલિયનને પાર
સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે
આ પણ વાંચો : International Tiger Day: જાણો, શું છે ટાઈગર ઝિન્દા હૈ પ્રોજેક્ટ?
અગાઉ દેશ અને દુનિયાના પ્રાણી સંગ્રહાલયોમાં સિંહ અને સિંહણ મોકલવામાં આવ્યા છે
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લંડન, સ્વિટઝરલેન્ડ સહિત વિશ્વના પાંચ કરતાં વધુ દેશોમાં 17 જેટલા સિંહ અને સિંહણને મોકલવામાં આવ્યા છે. દેશના 28 રાજ્યોમાં આવેલા વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં 122 જેટલા સિંહ યુગલને મોકલવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાત રાજ્યમાં આવેલા અન્ય પ્રાણી સંગ્રહાલયોને પણ 80 કરતા વધુ સિંહ અને સિંહણ પ્રાણીના આદાન-પ્રદાન કાર્યક્રમ નીચે મોકલવામાં આવ્યા છે. આ કાર્યક્રમ આજે વધુ એક વખત આગળ વધતા 40 જેટલા સિંહોને દેશના અન્ય રાજ્યોના પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાનો નિર્ણય કરાયો છે.