- જૂનાગઢમાં અતિભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ
- જૂનાગઢ શહેરના રાજમાર્ગો અને ભવનાથ વિસ્તારમાં માર્ગો પર જોવા મળ્યા વરસાદી પાણી
- અતિ ભારે વરસાદને પગલે દામોદર કુંડમાં પ્રથમ વખત પ્રચંડ પાણીનો પ્રવાહ જોવા મળ્યો
જૂનાગઢ: મંગળવારે રાત્રીના સમયથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. જેને પગલે બુધવારે જૂનાગઢ શહેર અને ગીરનાર તળેટીના મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બપોરના ત્રણ વાગ્યા બાદ જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક જોરદાર પલટો જોવા મળ્યો અને ધોધમાર વરસાદ જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર તૂટી પડ્યો હતો. જેને કારણે શહેરના તમામ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને કારણે વાહન ચાલકોને પણ ખૂબ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ આગામી 48 કલાક સુધી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને લઇને હવે વરસાદ ચિંતાનો બની રહે તેવી સૌ કોઈની ચિંતા સતાવી રહી છે.
આ પણ વાંચો: દ્વારકા જિલ્લાના શક્તિનગર ગામેથી સામે આવી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી
દામોદર કુંડમાં ચોમાસા દરમિયાન પ્રથમ વખત પુષ્કળ પ્રમાણમાં પાણી જોવા મળ્યું
ગિરનાર પર્વત પર જૂનાગઢ શહેરની સરખામણીએ અતિભારે વરસાદ (Heavy rain) પડ્યો છે. જેને કારણે ગિરનાર પર્વતમાંથી પ્રવાહિત થતી સોનરખ નદીનો પ્રવાહ દામોદર કુંડમાં ધસમસતો જોવા મળી રહ્યો હતો. પુષ્કળ પ્રમાણમાં દામોદર કુંડમાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે, તે પ્રથમ વખત આ પ્રકારના દ્રશ્યો દામોદર કુડમાં જોવા મળ્યા હતા. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે પણ આગામી ૪૮ કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓને લઇને હવે લોકોમાં અતિભારે વરસાદને લઈને ચિંતાઓ પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ
- આજે 29 સપ્ટેમ્બરે નવસારી અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીમાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. કાવેરીમાં પાણી વધતાં ચીખલી રિવરફ્રન્ટ પાસે કોઝવે તથા ગણદેવી-બીલીમોરા પાસે વેંગણિયા ખાડીનો બંધારો પાણીમાં ગરકાવ થયા છે. અંબિકાના કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
- ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આવતા વરસાદથી કુલ સિઝનનો વરસાદ 97.29 ટકા નોંધાઇ ચુકયો છે. શેત્રુંજી ડેમ 12 સપ્ટેમ્બરથી અવિરત ઓવરફ્લો છે કારણ કે ચાર પાંચ દરવાજા ખુલ્લા રાખવાની ફરજ પડી હતી. પાણીની આવકના પગલે દરવાજા ઓછા વધુ ખોલવામાં આવે છે. 8000 ક્યુસેક પાણીની આવક થતા શેત્રુંજીના આજે 50 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરમાં કુંભારવાડામાં અન્ડરબ્રીઝ પાણીમાં ગરકાવ છે વૈશાલી ટોકીઝ, રેલવે સ્ટેશનમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા છે તો બોરતળાવ ઓવરફ્લો થયું છે.