ETV Bharat / city

જૂનાગઢ મનપાના પદાધિકારીઓએ સંભાળ્યો કાર્યભાર, સુખાકારી અને વિકાસના કામોને લઈને અધિકારીઓની બેઠક મળી - Junagadh new Mayor

જૂનાગઢ મનપામાં (Junagadh Municipal corporation) નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ કાર્યભાર સંભાળ્યો હતો. જે બાદ સુખાકારી અને વિકાસના કામોને લઈને અધિકારીઓની બેઠક (a meeting of the officers) બોલાવી હતી.

a meeting of the officers
a meeting of the officers
author img

By

Published : Feb 4, 2022, 7:15 AM IST

જૂનાગઢ: મનપામાં મેયર (Junagadh new Mayor), ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ નવનિયુક્ત પદાધિકારીઓએ બીજી તારીખ અને બુધવારના દિવસથી વિધિવત રીતે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. ગુરુવારે મનપા કચેરીમાં તેમના કામકાજના પ્રથમ દિવસે મેયર ગીતા પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જૂનાગઢ મનપાના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિત તમામ શાખાના અધિકારીઓ સાથે આજે બેઠકનું (Junagadh Municipal corporation Meeting) આયોજન કર્યું હતું.

જૂનાગઢ મનપાના પદાધિકારીઓ કાર્યભાર સંભાળ્યા બાદ સુખાકારી અને વિકાસના કામોને લઈને અધિકારીઓની બેઠક મળી

આ પણ વાંચો: જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિએ 90 લાખ કરતા વધુના વિકાસના કામોને કર્યા મંજૂર

મનપાના નવનિયુક્ત પદાધિકારીઓએ કામકાજ સંભાળ્યું

આ બેઠક સામાન્ય સંજોગોમાં યોજાતી આવતી બેઠક જેવી જ હતી પરંતુ જ્યારે નવનિયુક્ત પદાધિકારીઓ જૂનાગઢ મનપાનું કામકાજ સંભાળી રહ્યા છે, ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં અધિકારી અને કર્મચારીઓને જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા કામોને લઈને તાકીદે લોકોની સમસ્યા દૂર થાય તે અંગે ઘટતું કરવા નવનિયુક્ત પદાધિકારીઓએ તમામ અધિકારીઓને સુચનાઓ આપી હતી અને ગુરુવારથી જ કામે વળગી જવા તાકિદ કરી હતી.

હવેથી દર અઠવાડિયે મળશે અધિકારી અને પદાધિકારીઓની નિયમિત બેઠક

નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ બેઠક જૂનાગઢ મનપા કચેરીમાં યોજાઇ હતી. આ પ્રકારની બેઠક હવે નિયમિત રીતે દર ગુરૂવારે મળશે, જેમાં જૂનાગઢના પ્રશ્નોને લઇને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને ચર્ચા કરશે અને નવી મીટીંગ પહેલા સૂચવેલા કામોનો પ્રગતિ અહેવાલ અને તેનું નિરાકરણ પદાધિકારીઓને સુપરત કરશે. તે પ્રકારની વ્યવસ્થા જૂનાગઢ મનપા કચેરીમાં અમલમાં મુકવામાં આવી છે.

આ પણ વાંચો: ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ

મનપાના 15 જેટલા વોર્ડમાં વોર્ડ સુપરવાઇઝર મૂકવાનો નિર્ણય

આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જૂનાગઢ મનપાના 15 જેટલા વોર્ડમાં વોર્ડ સુપરવાઇઝર મૂકવામાં આવ્યા છે. આ તમામ સુપરવાઇઝરોએ લોકોને પાયાની અને માળખાકીય સુવિધાઓની ઉણપ અથવા તો ફરિયાદ છે તેને જે તે શાખાના અધિકારી સુધી પહોચતી કરવાની રહેશે. જે વોર્ડના ગટર રોડ, સ્ટ્રીટ લાઈટ પીવાનું પાણી સહિત જે સમસ્યાઓ હશે તેને જે તે વિભાગના અધિકારી પાસે વોર્ડ સુપરવાઇઝરોએ પહોંચતી કરવાની રહેશે. જેના માટે લોકો ફરિયાદ ન કરે તો પણ તાકીદે અધિકારીઓએ સમસ્યાને લઈને નિરાકરણ કરવા બાબતે ગંભીરતાથી અગ્રતાના ધોરણે કામ શરૂ કરવાનું રહેશે. તેનું મોનિટરિંગ હવે દર અઠવાડિયે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.