જૂનાગઢ: જિલ્લાની વંથલી પોલીસને મોટી સફળતા મળી છે. લગ્નવાંછુક યુવાનો અને તેના પરિવારજનોને લગ્નની લાલચ (A gang of 3 people caught from Ahmedabad) આપીને તેના ઘરમાં પ્રવેશી કેફી પીણું પીવડાવીને લૂંટતી અમદાવાદની બે મહિલા અને એક પુરુષની ટોળકીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. વંથલી તાલુકાના આખા ગામના વતની જયંતિ દવે આ પ્રકારની લૂંટનો શિકાર બન્યા છે તે અંગેની પોલીસ ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી હતી.
પોલીસે 20 હજાર કરતા વધુની રોકડ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો
ફરિયાદીની ફરિયાદને આધારે વંથલી પોલીસે લૂંટારુ ટોળકીને પકડી (Vanthali police nab the robber gang) પાડવામાં સફળતા મેળવી છે. મૂળ અમદાવાદની બે મહિલા અને એક પુરુષની બનેલી ટોળકીને પોલીસે પકડી પાડીને 20 હજાર કરતા વધુની રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચામાં કેફી પીણું પીવડાવીને લુંટના અનેક ગુનાને આપ્યો છે અંજામ
લગ્નવાંછુક યુવાન અને તેમના પરિવારજનોને લુંટવા માટે આ ચીટર ટોળકી વર્તમાન પત્રોમાં જાહેર ખબર આપતી હતી. આવી જાહેરખબર વંથલી તાલુકાના જયંતી દવે પણ વાંચીને તેમાં દર્શાવેલ દક્ષાબેનના નંબર પર ફોન કર્યો હતો, જે બાદ કેટલીક મહિલાઓ કે જે લગ્ન કરવા માટે ઇચ્છુક છે તેઓ આખા ગામમાં પહોંચીને ચામાં કોઇ કેફી પીણું પીવડાવી રોકડ અને સોના- ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતી. તેની જાણ કેફી પદાર્થનો નશો ઉતર્યા બાદ ફરિયાદી જયંતિભાઈને થતા તેમણે વંથલી પોલીસમાં સમગ્ર મામલાની જાણ કરી હતી.
વધુ તપાસ ચલાવી રહી છે વંથલી પોલીસ
વંથલી પોલીસના પી.એસ.આઈએ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી અને દેવયાની પટેલ, સોનલ જોશી અને સચિન નાયક ત્રણેય ચીટર ટોળકીના સભ્યોને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણેય આરોપીઓએ કેટલી જગ્યા પર આ પ્રકારની લૂંટને અંજામ આપ્યો છે તેને લઈને પણ વંથલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. તપાસને અંતે વધુ કેટલાક આ જ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો: Corona In Junagadh: જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાના કેસો ઘટ્યા